કોરોના વાયરસને લઈને લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પંદર પંદર દિવસનાં 3 લોક ડાઉનનાં તબક્કામાં સર્વ દુકાનો હોટેલો રેસ્ટોરન્ટો સહિત પાનના ગલ્લાઓ અને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો જેને લઇને ભરૂચ જિલ્લામાં પાન બીડી મસાલાનો સામાન પાંચ ગણા ભાવથી વેચાતો હતો. ચોથા તબક્કામાં લોક ડાઉન પહોંચતા લોકોને આશા બંધાઈ હતી કે પાનના ગલ્લા સાઈડ હોટલો ખુલશે જોકે પાનના ગલ્લાઓ નહી ખુલતા એક સમયે વિમલ, મહેક, માણેકચંદ, બુધાલાલ વિવિધ તમાકુની આઇટમો ચાર ગણા ભાવથી વેચાતી હતી. જોકે હવે ચોથા તબક્કાની શરૂઆત થતાં જ સરકાર દ્વારા દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે અને શરતોને આધીન પાનના ગલ્લાઓ ખોલવાની મંજૂરી આપી છે. જોકે અમુક ગુટકા વેચી નહીં શકાય તેની શરત પણ રાખવામાં આવી છે જેને લઇને ભરૂચ શહેર-જિલ્લામાં આવેલા પાનના ગલ્લા સવારે દસ વાગ્યે ખુલતા હતા એ આજે સવારના સાત વાગ્યાથી ખુલી ગયા હતા અને પાનના ગલ્લા ઉપર માવો, મીઠા પાન, તમાકુવાળો માવો વગેરેનું વેચાણ શરૂ થયું હતું. પાન મસાલા અને તમાકુના શોખીન ગુટકાના શોખીન લોકો માટે આજનો દિવસ જાણે સ્વર્ગનો એક દિવસ હોય તેવું સાબિત થયું હતું. આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે પાનના ગલ્લા ઉપર લોકો ઉમટ્યા હતા. આમ ભરૂચ શહેર-જિલ્લામાં પાનના ગલ્લા ઉપર 65 દિવસ બાદ હાજરી જોવા મળી હતી લોકોનો કંઈક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લામાં આજે લોક ડાઉનનાં ૬૫ માં દિવસે પાનનાં ગલ્લા અને દુકાનો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવતા પાન મસાલાનાં શોખીનો ગલ્લા ઉપર ઉમટયા હતા.
Advertisement