કોરોના વાયરસએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો હતો અને તેને લઈને ભારત અને ગુજરાત સહિત અનેક રાજ્યોનાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જોકે ગુજરાતમાં દિવસે દિવસે કોરોના વાયરસથી સંક્રમણની સંખ્યા વધતા રાજ્યમાંથી તમામ કામ ધંધાઓ, દુકાનો, હોટલો, પાનના ગલ્લાઓ, શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી હતી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો ત્યારે લગભગ 65 દિવસ બાદ લોક ડાઉનનાં ચોથા તબક્કામાં આંતરિક છૂટછાટ આપવામાં આવી હતી અને જેને લઇને આજે રાજ્ય સરકાર દ્વારા રીક્ષા તમામ દુકાનો અને શરતોને આધીન હોટલોની પણ મંજૂરી આપી દેવામાં આવી હતી. આજે સવારથી ભરૂચ શહેર જિલ્લાનાં રસ્તાઓ પર વાહનો દોડતા થયા હતા અને સુમસામ આ રસ્તાઓ આજે ફરી વાહનોથી ધમધમતા થયા હતા. જિલ્લામાં રીક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોની હાલત કફોડી હતી. પરંતુ આજે તેમને પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે પેસેન્જરોની હેરાફેરી કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવતા આજે ભરૂચ શહેર જિલ્લાના રસ્તા ઉપર 65 દિવસ બાદ રીક્ષા દોડતી થઇ હતી. સ્ટેશન વિસ્તાર, કસક વિસ્તાર, પાંચબત્તી વિસ્તાર, શક્તિનાથ વિસ્તાર જેવા વિસ્તારોમાં આજે રીક્ષાઓ શરૂ થતા ભીડ જોવા મળી હતી. તો બીજી તરફ કેટલીક દુકાનો આજે 65 દિવસ બાદ ખુલતા તેમના ચહેરા ખીલી ઉઠયા હતા દુકાનોમાં ખરીદી કરવા માટે લોકો ઉમટયા હતા જ્યારે કે શહેરના પાંચબત્તી સહિત અનેક વિસ્તારોમાં રીક્ષા સહિતનાં વાહન વ્યવહાર શરૂ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આમ આજે ભરૂચ શહેર જિલ્લો 65 દિવસ બાદ ફરી ધમધમતો થયો છે.
ભરૂચ શહેર-જિલ્લામાં લોકડાઉનનાં ચોથા તબક્કામાં કામ ધંધાને છૂટ આપી દેવામાં આવતા અને રીક્ષા સહિતનાં વાહનોને છૂટ મળતા શહેરનું જનજીવન સામાન્ય થઈ ગયું હતું.
Advertisement