ગોધરાની જાણીતી શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એન.એસ.એસ. વિભાગનાં વિદ્યાર્થીઓએ હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે એવા સમયમાં માસ્ક વિતરણ કરી સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિદ્યાર્થીઓએ સમાજમાં હકારાત્મક વલણ આવે અને લોકો ખાસ માસ્ક પહેરે તેવા હેતુથી ગોધરાની આદિવાસી કોલોની ખાતે નાના બાળકો, વૃદ્ધો, ભાઈઓ અને બહેનોને માસ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત ખાસ નારી કેન્દ્રમાં રહેતી બહેનો ઉપરાંત ચિલ્ડ્રન હોમ ગોધરા ખાતે રહેતા બાળકો અને સમગ્ર સ્ટાફને પણ માસ્ક વિતરણ કરીને માસ્ક પહેરવા પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ લોકોને ખાસ માસ્કનું મહત્વ પણ સમજાવ્યું હતું. લોકોએ વિદ્યાર્થીઓનો ખાસ આભાર માન્યો હતો. સમગ્ર પ્રોગ્રામનું આયોજન અને સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ નાકરે કર્યું હતું, તથા સમગ્ર પ્રોગ્રામ માટે કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.બી. પટેલે સુભકામના આપી હતી. વિદ્યાર્થીઓનાં સુંદર કાર્યને શ્રી ગોવિંદ ગુરુ યુનિ. નાં કુલપતિશ્રી, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ શ્રી, ડો. અનિલ સોલંકી, કોર્ડિનેટર, ડો. નરસિંહ પટેલ તથા મીડિયા કન્વીનર ડો.અજય સોની સહિતનાં અધિકારીઓએ પ્રવૃતિને બિરદાવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં વિદ્યાર્થીઓએ માસ્ક વિતરણ કર્યું.
Advertisement