મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા તારીખ ૧૯ મે ૨૦૨૦ ના રોજ આયોજિત ઑનલાઈન કવિ સન્માન સમારોહમાં ગાંધીનગર મહાનગરનાં મૅયર શ્રીમતી રીટાબેન પટેલ ઉપસ્થિત રહી 4 વાગે કવિઓને સમ્માનિત કરશે. મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા તારીખ ૧૭ મે ૨૦૨૦ નાં રોજ આયોજિત હિન્દી કવિ સંમેલનમાં જોડાયેલ ભારતના ૬૭ કવિ નોંધાયા હતા અને ૬૫ કવિઓએ પોતાની રચના પ્રસ્તુત કરી હતી, તેઓને “હરિવંશ રાય બચ્ચન” સન્માનથી સમ્માનિત કરવામાં આવશે.
રાજ્યનાં સ્થાપના દિને મહાત્મા ગાંધીજીનાં જીવન પર આધારિત કવિ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં જોડાયેલ ભારતના બેંગલોર, મુંબઈ, નાસિક, ઈન્દોર, દિલ્લી જેવા મોટા શહેરોમાંથી અને ગુજરાતનાં તમામ જિલ્લાઓમાંથી કવિ જોડાયા હતા તેમની કૃતિઓનું સંકલન કરી ઑનલાઈન ઇ બુક “ગાંધી કાવ્ય કુંજ” પબ્લિશ કરવામાં આવી છે, તેનું ઑનલાઈન વિમોચન શ્રી ભાગ્યેશ જહા સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે.આદરણીય શ્રી વિજય રૂપાણી મુખ્ય મંત્રી શ્રી એ પણ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગરનાં પ્રમુખ શ્રી ડૉ.ગુલાબચંદ પટેલને અભિનંદન પાઠવ્યા છે. સંસ્થાની સરાહના કરવામાં આવી છે.આ પુસ્તક ગાંધીજીની જન્મ ભૂમિ પોરબંદરનાં ડૉ.એ.આર ભરડા સાહેબ નિવૃત રામ બા બી.ઍડ કોલેજને અર્પણ કર્યું છે.
ડૉ ગુલાબચંદ પટેલ
1 comment
Very nice