કરજણ તાલુકાના પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાનાં પત્રકારો દ્વારા કરજણ તાલુકા મામલતદારને સોમવાર તારીખ 18 ના રોજ અમદાવાદના પત્રકાર ધવલ પટેલ વિરુદ્ધ ખોટા રાજદ્રોહનો ગુનો નોંધવા સામે આવેદનપત્ર આપવામાં આવેલ તે પ્રસંગે પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખ લાભુભાઈ કાત્રોદિયાની સહી સાથે કરજણના પત્રકારો ઉપસ્થિત રહી કરજણ મામલતદાર એમ.આર.હિહોરને લેખિત આવેદનપત્ર આપી અમદાવાદના ધવલ પટેલ સામે નોંધાયેલ રાજદ્રોહનો ગુનો રદ કરવા માંગણી કરેલ છે.લોકશાહીના આધાર સ્થંભ એવા પત્રકાર જગતને ડરાવવાના પ્રયાસોને વખોડી કાઢેલ છે અને ગુજરાતમાં કોરાના વાઇરસ જેવાં જીવલેણ સંક્રમણની પરિસ્થિમાં પત્રકારોએ જીવના જોખમે સરાહનીય કામગીરી બજાવી રહ્યા છે.તે બિરદાવાના બદલે ગુજરાતમાં રાજકોટ સહિત બીજા અનેક ઠેકાણે પત્રકારો ઉપર થયેલા હુમલા ધાક ધમકીઓનો વિરોધ કરી તપાસ કરવામાં આવે એવી માંગણી આવેદનપત્ર દ્વારા કરજણના પત્રકારોએ કરી હતી.
ઇમરાન ઐયુબ મોદી, પાલેજ