પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કોવિડ-૧૯ના પોઝિટિવ કેસો મળવાના પગલે કલસ્ટર કન્ટેઇન જાહેર કરાયેલા વિસ્તારો પૈકી ૪ વિસ્તારોમાં ૨૮ દિવસના સમયગાળા દરમિયાન કોઈ નવો કેસ ન મળતા તેમને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ની કલમ-૩૪ હેઠળ મળેલ અધિકારની રૂએ ગોધરા નગરપાલિકાના નીચે મુજબના વિસ્તારોને ક્લસ્ટરમાંથી મુક્ત કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા અંતર્ગત મદની મસ્જિદ અને તેની આજુબાજુના ૧૦૩ મકાનો સહિત રાંટા પ્લોટ સહિતનું ક્લસ્ટર, અને શ્રી રામ પાર્ક સોસાયટી અને તેની આજુબાજુના ૬૨ મકાનો સહિત જલારામ મંદિરની પાછળ વાવડી (બુજર્ગ) ક્લસ્ટર, ઝુલેલાલ સોસાયટી અને તેની આજુબાજુના ૨૧૪ મકાનોનો તમામ વિસ્તાર, ક્રિષ્ના એપાર્ટમેન્ટ અને તેની આજુબાજુના ૧૨૪ મકાનો સહિત ભગવતનગર સોસાયટીનો તમામ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી