કોરોના સંકટમાં રક્તદાન કરવાની પ્રક્રિયા બંધ પડી છે અને લોહીની જરૂરિયાત વધી છે. ત્યારે નાંદોદ તાલુકાના સિસોદરા ગામના યુવાનો સ્વૈચ્છિક રક્તદાન કરવા આગળ આવ્યા છે. જેમાં રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્ક રાજપીપળા અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં માસ્ક પહેરીને, સોશિયલ ડિસ્ટન્સ સાથે 37 જેટલા યુવાનોએ વારાફરતી કોરોના સંકટમાં માનવતાવાદી અભિગમ અપનાવી રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્ક રાજપીપળાના ડો. જે.એમ.જાદવ, ભરતભાઈ વ્યાસ, જનકભાઈ મોદી, સદસ્ય દીપકભાઈ જગતાપ તથા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિબેન જગતાપે તમામ રક્તદાન કરનારા રક્તદાતાઓને સેનીટાઇઝર અને માસ્કનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે બિસ્કિટનું પણ વિતરણ કરાયું હતું. તથા સિસોદરા ગામના યુવાન તેજસ પટેલ, મુન્નાભાઈ, દરેક રક્તદાતાઓનું કોરોના વોરિયર્સ તરીકે પુષ્પવર્ષા કરી પ્રમાણપત્ર તેમજ કાર્ડ આપી બહુમાન કરાયું હતું.
જોકે આ પ્રસંગે ડો.જે.એમ.જાદવે કોરોનાની મહામારીના સંકટમાં લોકોને લોહીની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે રક્તદાનનું શું મહત્વ છે તેની સમજ આપી રક્તદાન કરવાથી આરોગ્યલક્ષી થનારા ફાયદાની સમજ પણ અપાઈ હતી. જ્યોતિબેન જગતાપે ગામના યુવાનોને રક્તદાન કરનારા તમામ રક્તદાતાઓનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. આવા કપરાકાળમાં લોકો રક્તદાન કરવા આવતાં સંકોચ અનુભવે છે. તેવા કપરા સંજોગોમાં સિસોદરા ગામના યુવાનો સ્વૈચ્છિક રક્તદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા આ બ્લડ બેંકની ટીમ સિસોદરા ગામમાં પહોંચી 37 જેટલા યુવાનોએ રક્તદાન કરતા કોરોના સંકટમાં જરુરિયાત મંદો માટે લોહી આપનારા દાતાઓ પર પુષ્પવર્ષા કરી તેમનું કોરોના વોરિયર્સ તરીકે તાળીઓથી વધાવીને દાતાઓનું સન્માન કર્યું હતું.
મોન્ટુ શેખ, રાજપીપલા