લીંબડી સમગ્ર વિશ્વમાં કોરના વાયરસની મહામારી શરૂ થઈ ત્યારથી આજ દિવસ સુધી લોકડાઉન દરમિયાન લીંબડી શહેરનાં જરૂરીયાતમંદ અને ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબ લોકોને દરરોજ બપોરનું એક ટંકનું ભોજન અને બે વાર જીવન જરૂરીયાતની અનાજની કીટો આપવામાં આવી હતી. વધુમાં ઝુંપડપટ્ટીમાં વસતા એક શ્રમિક મહીલાને પ્રસુતી દરમીયાન બે દીકરીઓનો જન્મ થયો હતો. આ પ્રસૂતાને ર દિવસ સુધી ચોખ્ખા ધી નો શીરો, ફુટ અને દુધ આપવામાં આપવામાં આવ્યું હતું. છેલ્લા ૫૧ દિવસથી સતત સેવાની સરવાણી વહેડાવતા માનવ સેવા જય ભીમ ગૃપ દ્વારા આજે ગુજરાત રાજ્યનાં માજી મંત્રી કિરીટસિંહ રાણા અને તેમની ટીમનાં હસ્તે ૩૧ પરીવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ૫૧ દિવસનાં સેવાયજ્ઞ દરમિયાન લીંબડી પ્રશાસન તરફથી મળેલ સાથ અને સહકાર વતી માનવ સેવા જય ભીમ ગૃપ દારા દરેકનો અભાર વ્યક્ત કરી સેવાયજ્ઞની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી માનવ સેવા જય ભીમ ગૃપ દ્વારા સેવાકીયની પૂર્ણાહુતી.
Advertisement