અંકલેશ્વર જીઆઇડીસીમાં સેંકડો ઉદ્યોગો આવેલા છે જ્યાં લાખોની સંખ્યામાં કામદારો રોજીરોટી મેળવે છે. હાલ કોરોના સંકટમાં લોકડાઉનની પરિસ્થિતીમાં સૌથી કફોડી હાલત પરપ્રાંતીય મજૂરોની બની છે. લોકડાઉનનાં ત્રીજા તબક્કાની પૂર્ણતાનાં આડે પરપ્રાંતીય મજૂરોએ વતન તરફ હિજરત કરતાં તેઓનાં આશ્રય સ્થાન ખાલીખમ અને સૂમસામ નજરે પડી રહ્યા છે. વિડિયોમાં જોવાતા દ્રશ્યો જીઆઇડીસીમાં આવેલ મજૂરોની કોલોનીનાં છે. જેઓને શ્રમિક ટ્રેન મારફતે વતન મોકલાતા શ્રમિક કોલોનીઓ ખાલીખમ જોવા મળી રહી છે.
Advertisement