ભરૂચ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને આગેવાન એવા દિલાવર પટેલના આકસ્મિક નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે શોકની લાગણી વ્યક્ત કરી હતી. ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ, ભરૂચ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવનાર મુળ ભરૂચ તાલુકાના ઊપરાલી ગામના વતની એવા દિલાવર પટેલનું હ્રદયરોગના હુમલાને કારણે આકસ્મિક નિધન થવા પામ્યું છે જેને લઇને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો તેમજ કાર્યકરોમાં શોકની લાગણી પ્રવર્તી ગઇ છે. રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે દિલાવરભાઈ પટેલના મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું હતું કે એક સનિષ્ઠ અને લોકોને સાથે જોડાઈ રહેનાર અને છેવાળાના લોકો માટે પણ સદાય તત્પર રહેનાર એવા દિલાવર પટેલના નિધનથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના એક એવા કાર્યકરની ખોટ પડી છે કે જે કદાચ પૂરી નહીં શકાય. અહેમદભાઈ પટેલે દિલાવરભાઈના પરિવારજનોને સાંત્વના આપી હતી અને આ દુઃખની ક્ષણોમાં પોતે એમની સાથે હોવાનું જણાવ્યું હતું.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલાવર પટેલનાં આકસ્મિક નિધન અંગે અહમદભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો.
Advertisement