નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક બીજા અન્ય પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા છે.એ પૈકીનું એક 375 એકરમાં ફેલાયેલું કરોડો રૂપિયાના ખર્ચે સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે.થોડા દિવસો અગાઉ એને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હતું.આ પાર્ક અલગ અલગ 7 વિસ્તારમાં ફેલાયેલું છે, ત્યારે પ્રવાસીઓ પુરી ફી આપે પણ સફારી પાર્કનો અમુક જ હિસ્સો ખુલ્લો મુકાતા પ્રવાસીઓમાં પણ રોષ ફેલાયેલો હતો.હાલમાં જ આ સફારી પાર્કમાં વધુ એક ઝીબ્રાનું મોત નિપજતા વહીવટીકર્તાઓ સામે અનેક સવાલો ઉભા થયા છે.આ સફારી પાર્કમાં કુલ 4 જીરાફ હતા એમાંથી ફક્ત 2 જ બચ્યા હતા તો વધુ એક જીરાફનું મોત નિપજતા હવે ફક્ત એક જ જીરાફ બચ્યું હતું. ત્યારબાદ પણ એક ઝીબ્રાનું અને જિરાફનું મૃત્યુ થયું હતું.સફારી પાર્કમાં વિદેશી પ્રાણીઓ લાવવાનો સરકારનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે એમ કહી શકાય.તો બીજી તરફ ગર્ભવતી સિંહણની તબિયત લથડતા એને વધુ સારવાર અર્થે જૂનાગઢ શક્કર બાગ ઝુ ખાતે ખસેડાઈ છે.જો કે હાલ તો આ ઝીબ્રાનું કૃમિના કારણે મૃત્યુ થયું હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. સફારી પાર્કમાં વિદેશી પ્રાણીઓ જ કેમ મોતના મુખમાં ધકેલાય છે એમને અહીંયાનું વાતાવરણ માફક નહિ આવતું હોય, અથવા એમને યોગ્ય ખોરાક નહિ અપાતો હોય એ મામલે વહીવટીકર્તાઓ સામે પણ અનેક સવાલો ઉભા થાય છે.બીજું એ કે વિદેશી પ્રાણીઓ માટે અહીં ગમે તેમ કરીને વાતાવરણ તો ઉભું કરાય છે પણ એ કૃત્રિમ વાતાવરણ એમને બિલકુલ માફક નહિ આવતું હોવું જોઈએ.જો એમ જ હોય તો સરકાર ટુરિઝમ ઉદ્યોગોના નામે વિદેશી પ્રાણીઓ પર કેમ આટલો અત્યાચાર કરી રહી હશે એ પ્રશ્ન હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.કરોડો રૂપિયાના ખર્ચે સફારી પાર્ક તો બનાવ્યું અને સરકાર એ રૂપિયા પ્રવાસીઓ પાસેથી વસુલે છે પણ આ બધાની વચ્ચે વિદેશી પ્રાણીઓનો મરો થાય છે એ બાબત સરકારે અને જીવદયા પ્રેમીઓએ જરૂર ધ્યાને લેવી જોઈએ. આ બાબતે ર્ડો રામરતનનાળાનો સંપર્ક કરતા તેઓ એ ફોન ઉપાડવાનો ટાળ્યું હતું આવી મોટી ઘટના બને છતાં નર્મદા વન વિભાગ ફોન પણ ના ઉપાડે એ કેટલા અંશે વ્યાજબી આવા અધિકારીઓને સરકારે ગાંધીનગર ખાતે બેસાડી રામધૂન વગાડવાની કામગીરી સોંપવી જોઈએ.
મોન્ટુ
રાજપીપલા