ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં ગ્રામ પંચાયત સરપંચ નસીમ બાનું તેમજ સદસ્યો સલીમ વકીલ તેમજ તલાટી કિરણસિંહ ચાવડા તેમજ સુરેશભાઈ વાળંદ સાથે યુવાનો સ્ટાફની મદદથી પાલેજ ગ્રામપંચાયતે સરકાર દ્વારા જ્યારે પરપ્રાંતીયો પોતાના વતનમાં જવાની પરવાનગી આપી છે ત્યારે વતનમાં જવા માટે ઓનલાઇન અરજી કરી આપવામાં આવે છે. ઉપરાંત બીજા રાજ્યોમાં જતા લોકો માટે હાલ પાલેજ ગ્રામ પંચાયત દરરોજ જમવાની સુવિધા તેમજ રવાનગી સમયે પીવા માટે ઠંડા પાણીની બોટલ આપવામાં આવે છે. તારીખ ૧૬ મી ને શનિવારે બિહાર, યુ.પી નાં પરપ્રાંતીયો વતન તરફ જઈ રહ્યા છે. તેઓને પાલેજથી ભરૂચ રેલવે સ્ટેશને પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોરાના વાઇરસની આપત્તિનાં સમયે પાલેજ ગ્રામ પંચાયતે ગામમાં ગરીબથી માંડી મધ્યમવર્ગનાં અનેક કુટુંબોને સીધુ રાસન કિટો પણ ઘેર બેઠાં પહોંચાડી છે. ગ્રામ પંચાયતની કામગીરીની વહીવટી તંત્રે વિશેષ નોંધ લીધી હતી અને ગ્રામ પંચાયતને બિરદાવી હતી.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પાલેજ ગ્રામ પંચાયત દ્વારા કોરાના વાઇરસનાં કહેરમાં માનવતા મહેકાવી, વતન જતાં પરપ્રાંતીય માટે સતત 5 માં દિવસે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે.
Advertisement