કરજણ ખાતે ચોરીની બે બાઇકો વેચાણ સાથે ઝડપાયેલ ઈસમો પાસેથી ચોરીની ૯ બાઇકોનો ભેદ ઉકેલયો.વડોદરા જીલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી એ બાતમીનાં આધારે વડોદરા શહેરમાંથી કેટલાક ઈસમો કરજણ ખાતે ચોરીની બાઇક લઈને કરજણ નવા બજાર જલારામ પ્રાથમિક શાળા પાસે વેચવા માટે આવનાર છે. બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવી ત્રણ ઈસમો (૧)જસવંત ઉર્ફે લલ્લો નટવરભાઈ કહાર રહે.નવાપુરા.વડોદરા.(૨)અમિતભાઇ દિલીપભાઈ કહાર.રહે.નવાપુરા.વડોદરા (૩) આશિષ કુમાર નવલ શીંગ બારીયા રહે.કરજણ.નવાબજારનાઓ બે રજીસ્ટ્રેશન વગરની બાઇકો સાથે ઝડપાઇ ગયાં હતાં.વડોદરા શહેરમાંથી અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાનું જણાય આવેલ હતું અન્ય સાત બાઇકો ચોરીની આશિષના ઘરેથી રિકવર કરવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી કુલ નવ મોટર સાયકલની કિંમત 1,82,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી જસવંત ઉર્ફે લલ્લો નટવર કહાર ગુનાહિત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.અમદાવાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં મારામારી ચોરી પ્રોહિબિશનના ગુનામાં અગાઉ અટક કરેલ અને મકરપુરા બરોડા ડેરી સામે 80 હજારની લૂંટમાં પણ અટક કરવામાં આવેલ તેમાં નવાપુરા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયેલ રીઢો ગુનેગાર પોલીસે ઝડપી પાડ્યો હતો.
ચોરીની નવ મોટરસાયકલ સાથે ત્રણ ઈસમોને એસ.ઓ.જી વડોદરા ગ્રામ્યએ ઝડપી પાડયા.
Advertisement