હાલ કોરોના વાઇરસથી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રાજપીપલા શહેરમાં ફરતા પશુને ખાવા માટે ફાંફા પડી ગયા છે. રાજપીપલા શહેરનાં માર્ગો પર ઠેર ઠેર પશુઓ જોવા મળે છે. ત્યારે આ પશુઓ હાલ રમજાન મહિનો ચાલતો હોવાથી મુસ્લિમ વિસ્તારોમાં ફરતા જોવા મળે છે. રાજપીપલાના સિંધીવાડ ખાતે રહેતા ઇસતીયાક પઠાણના ઘરે રોજે સાંજે ગૌમાતા રોટલી ખાવા આવે છે. આ યુવાન એન.આર.આઈ હોય તેઓ રોજે રોજા રાખી તેમના ઘરે આવતી ગૌમાતાને 2 રોટલી ખવડાવે છે. પશુ પ્રત્યે અનેરો પ્રેમ રાખે છે આ માનવતા ભર્યા અભિગમથી લોકોમાં ખુશી જોવા મળી હતી.
મોન્ટુ
રાજપીપલા
Advertisement