લોક ડાઉન હોવાના કારણે લોકો સમય પસાર કરવા માટે જે તે પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે જે લોકો દારૂ, જુગાર અને ગુટકાના શોખીન લોકો છે તેઓ પોતાનો શોખ પૂરો કરવા માટે બહાના શોધી લેતા હોય છે, જગ્યા શોધી લેતા હોય છે. ત્યારે આજે ભરૂચનાં ઉમરાજ ગામ નજીક ખુલ્લામાં પત્તા-પાનાનો જુગાર રમી રમાડવામાં આવતો હોવાની જાણ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસને થતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ભરવાડા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને રેડ કરી હતી. જમા આઠ લોકો જાહેરમાં પત્તાપાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. એક લાખ રોકડા તેમજ બીજા વાહનો અને મોબાઇલ મળી ફુલ 5 લાખ 40 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા તેમજ લોક ડાઉનનાં નિયમોના ભંગ બદલ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો. જેમાં પકડાયેલ ઇસમો પૈકી 1) ઈમરાનભાઈ ઇસ્માઇલભાઈ પટેલ 2) આદમ ઇબ્રાહિમ મલેક 3) લિયાકત એહમદ પટેલ 4) મેહબુબ રસુલભાઇ મલેક 5) રસિદભાઇ મહંમદભાઈ ખોટિયા 6) રહીમબેગ સમશેરબેગ મીઝાઁ 7) સદરૂદ્દીન બશિરખાન પઠાણ 8) ઇમતિયાઝ દાઉદભાઈ પટેલ નાઓને ઝડપી પાડયા છે.
ભરૂચ શહેરનાં ઉમરાજ ગામ નજીક જુગાર રમતા આઠ જુગારીઓને શહેર એ ડીવીઝન પોલીસે રેડ કરી ઝડપી લઇ પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Advertisement