આમોદનાં આમલીપુરા વણકરવાસમાં 79 વર્ષીય આધેડ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પાલિકા તંત્ર સતર્ક બની ગયું છે. આમોદ નગરને સેનિટાઇઝ કરવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. આજે બીજી વખત સેનિટાઇઝેશનનો છંટકાવ કરી ગામને નિરોગી રાખવા પ્રયત્ન કરાઇ રહ્યા છે. કોરોનાનાં રાજ્યમાં વધી રહેલા કેસોથી ચિંતા વધી રહી છે. ત્યારે તેનાથી બચવાનાં દરેક ઉપાયો કરાઇ રહ્યા છે. સામાજિક અંતર અને માસ્ક પહેરવા સહિતનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા પણ સઘન પેટ્રોલીંગ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે અને ચુસ્તપણે નિયમોનું પાલન કરવવામાં આવી રહ્યું છે.
Advertisement