Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : બેંક ઓફ બરોડા દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને 50 પલ્સ ઓક્સિમીટરની સહાય કરવામાં આવી.

Share

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા જિલ્લા વહીવટીતંત્રની લડાઈમાં સહયોગ કરવા માટે બેંક ઓફ બરોડા પણ આગળ આવી છે. બેંક ઓફ બરોડાના રીજીનલ મેનેજર શ્રી રાજેશ શર્મા અને તેમની ટીમે જિલ્લા આરોગ્ય વિભાગને કોરોનાને લગતી આરોગ્ય ચકાસણીમાં જરૂરી એવા 50 પલ્સ ઓક્સિમીટરની સહાય કરી છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આરોગ્ય વિભાગ વતી આ સહાયને સ્વીકારતા જણાવ્યું હતું કે અત્યારે મળનારી દરેક મદદ વધુને વધુ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવાના તંત્રના પ્રયાસોને નવું બળ પૂરુ પાડે છે. કોરોનાના મુશ્કેલ સમયમાં બેન્કિંગ સેવાઓ કાર્યરત રાખવા ઉપરાંત સામાજિક દાયિત્વ નિભાવવાનાં ભાગરૂપે BOB એ કરાયેલ આ પહેલ બદલ તેમણે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પલ્સ ઓક્સિમીટર લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ નોંધે છે. જેથી શરીરમાં સંક્રમણની સ્થિતિ વિષે જાણકારી મેળવવામાં મદદ મળે છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, નોડલ ઓફિસર ડો. રાજેશ ગોપાલ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

લીંબડીમાં ચામુંડા હાર્ડવેર સ્ટોરમાં તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

વલસાડ : નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું.

ProudOfGujarat

આનાથી મોટી રક્ષાબંધન ભેટ શુ હોઈ શકે…? : કિડની દાન કરીને ભાઈએ બહેનને નવુ જીવન આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!