પંચમહાલ જિલ્લાનાં ગોધરામાં તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનો ઉપર ૩૦ ગુજરાત બટાલિયન એન.સી.સી ગોધરાના ૩૦ જેટલા કેડેટસને એકસ યોગદાન કોવિડ-19 સામેના જંગમાં ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં ભારત સહિત ગુજરાતમાં લોકડાઉન પાર્ટ – ૩ છે ત્યારે કોરોના સામે વિશ્વ વ્યાપી મહામારી સામેના જંગમાં ખડે પગે પોલીસ કર્મચારી, આરોગ્ય વિભાગના તમામ ડોક્ટરો સફાઈ કર્મીઓ, ટીઆરબી જવાનો, હોમગાર્ડ, પત્રકાર મિત્રો, તેમજ એકસ આર્મીના જવાનો પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે ગોધરામાં ૩૦ ગુજરાત બટાલિયન એન.સી.સી નાં ૩૦ જેટલા કેડેટસ કોરોનાનાં પ્રકોપ સામેની જંગમાં ફરજ બજાવતા જોવા મળે છે. એકસ યોગદાન કોવિડ-19 સામેના જંગમાં ફરજ પર તૈનાત એન.સી.સી ના કેડેટસ ગોધરામાં તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનો ઉપર રાશન લેવા આવેલા લાભાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સ માસ્ક પહેરવાની અગત્યતા તેમજ ઊભા રહેવા સામાજિક અંતર જાળવવું વગેરે બાબતનું ધ્યાન કેન્દ્રિત કરતા હતા અને વિશ્વમાં આવી પડેલી મહામારીનો ભોગ ભારત સહિત ગુજરાત પણ બન્યું છે. જે અંતર્ગત ભારતમાં છેલ્લા 48 દિવસથી લોકડાઉન પાર્ટ- ૩ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરી લોકો સહકાર આપી રહ્યા છે. લોકોને આ વૈશ્વિક મહામારીનાં સમયે જિલ્લા પોલીસ પ્રશાસન પણ ખડે પગે ફરજ બજાવે છે ત્યારે જિલ્લા પોલીસ પ્રશાસનને ઉપયોગી થવાના ભાગરૂપે એન.સી.સી કેડેટસની સેવા એક્સ યોગદાન કોવિડ-19 અંતર્ગત ગુજરાત એન.સી.સી ડિરેક્ટર નક્કી કર્યુ હતુ. ફળસ્વરૂપે ૩૦ ગુજરાત બટાલિયન એન.સી.સી ના સાથે જોડાયેલી શેઠ.પી. ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એન.સી.સી.ના 30 જેટલા કેડેટસ ગોધરાની સસ્તા અનાજની દુકાનો ઉપર રાશન લેવા આવેલ લાભાર્થી ઓને સોશ્યલ ડિસ્ટન્સ,માસ્કની અગત્યતા, બે લાભાર્થી વચ્ચે ઉભા રહેવા માટે સામાજિક અંતર જાળવવું વગેરે બાબતો ધ્યાનમાં રાખીને વર્તવાની સલાહ આપે છે. આ અભિયાનને સફળ બનાવવાનુ કામ ૩૦ ગુજરાત બટાલિયન એન.સી.સી કમાન્ડીંગ ઓફિસર કર્નલ પી.એસ.બનાફર કરી રહ્યા છે.સાથે સુબેંદાર મેજર તેમજ તેમનો સ્ટાફ પણ જોડાયેલો છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : એન.સી.સી કેડેટસ પણ બન્યા કોરોનાની જંગનાં સિપાહી જાણો કેમ!
Advertisement