હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસ વિભાગ ચોકાનના થઈ ગયું છે. અંકલેશ્વરમાં પ્રવેશતા સાધનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. નિયમોનાં ભંગ કરનારા સામે કડક પગલાં ભરવાની કવાયત હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં કોવિડ 19 સ્પેશિયલ હોસ્પિટલ આવેલી છે જ્યાં જિલ્લાના કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેથી પોલીસ તંત્ર તેમજ આરોગ્ય તંત્ર વધુ સતર્કતા દાખવી રહ્યું છે.
Advertisement