વાગરામાંથી 30 જેટલા પરપ્રાંતીય કામદારોને લઈને મામલતદાર કચેરીથી ભરૂચ રેલ્વે સ્ટેશન માટે એસ.ટી બસ ઉપડવામાં આવી હતી. કોરોના સંકટ સામે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વાગરા તાલુકામાં બે ઔદ્યોગિક વસાહતો આવેલી જેમાં લાખો પરપ્રાંતીય કામદારો રોજગારી મેળવવા આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતના વિવિધ રાજ્યોમાંથી મજૂરો કામ ધંધા અર્થે આવે છે. જે અચાનક લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં જ્યાં છે ત્યાં ફસાય ગયા છે. નાણાં તમજ ભોજનની અગવડતાના કારણે મજૂરોની ધીરજ ખૂટી ગઈ છે. હવે તેઓ પરિવાર પાસે જવાની માંગ કરી રહ્યા છે. જેમની માંગને પૂરી કરવા સરકાર વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવી રહી છે. આજે વધુ એક ભરૂચ રેલ્વે સ્ટેશન પરથી ઉત્તર ભારત માટે ટ્રેન રવાના થઈ રહી છે જેમાં વાગરાનાં 30 જેટલા શ્રમિકોને મોકલવા મામલતદાર અધિકારી દ્વારા વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કામદારોને રવાના કરતી વેળા સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું વિશેષ ધ્યાન રાખવામા આવ્યું હતું અને કામદારોને વતન માટે સુપ્રત કરાયા હતા.
વાગરા : મામલતદાર કચેરીથી વિશેષ બસની સુવિધાથી 30 પરપ્રાંતીય કામદારોને વતન જવા માટે રવાના કરાયા.
Advertisement