ભરૂચ જિલ્લાનાં વાલિયા તાલુકા નાં ધોળ ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો હતો, છેલ્લા ઘણા સમયથી દીપડો દેખાતાં વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જે બાદ આજરોજ દીપડો પાંજરે પુરાતા સ્થાનિક ગ્રામજનોએ રાહત અનુભવી હતી, તો બીજી તરફ વન વિભાગ દ્વારા ઝડપાયેલ દીપડાને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથધરી હોવાની માહિતી મળી રહી છે, મહત્વનું છે વાલિયા, ઝઘડિયા, તેમજ નેત્રંગ તાલુનાં વિસ્તારોમાં અવાર નવાર દીપડા જોવા મળે છે જેના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયેલો હોય છે.
Advertisement