Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વોરિયર્સ વિષય પર યોજાયેલ વિવિધ ઓનલાઈન સ્પર્ધાઓમાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ મોકલતા પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ.

Share

પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓએ લોક ડાઉનનાં સમયમાં શાળાઓ બંધ છે ત્યારે ઓનલાઈન માધ્યમોથી કરાવવામાં આવી રહેલી પ્રવૃતિઓમાં અગ્રેસર રહ્યા છે. ગુજરાત સ્થાપના દિવસ, 1લી મેના રોજ કોરોના વોરિયર્સ વિષય પર ખુલ્લી મુકાયેલ ઓનલાઈન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધામાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ મોકલીને પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ લોક ડાઉન દરમિયાન મળેલ ફાજલ સમયનો સદુપયોગ કરી બતાવ્યો છે. કોરોના સંક્રમણની મહામારીના કારણે આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની ઉવજણીનો કાર્યક્રમ મોકૂફ રાખીને કોરોના વોરિયર્સ વિષય પર ઓનલાઈન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઘરે જ આ વિષય પર જે સ્પર્ધામાં ભાગ લીધો હોય તેની કૃતિ બનાવીને મેઈલ કે વોટ્સએપના માધ્યમથી પોતાના શિક્ષક, સી.આર.સી.ને મોકલાવી હતી. જ્યાંથી ડીપીઈઓ કચેરી અને ડીઈઓ કચેરી મોકલવામાં આવી હતી. આ સ્પર્ધામાં બે વિભાગો હતા ધોરણ-3 થી ધોરણ-8 ના બાળકો તેમજ ધોરણ-9 થી ધોરણ-12 ના બાળકોનો વિભાગ. પંચમહાલ જિલ્લાએ આ બંને કેટેગરીમાં રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ મોકલાવી છે. રાજ્યભરમાંથી આ ત્રણેય સ્પર્ધાઓમાં કુલ થઈને 1,65,816 કૃતિઓ આવી છે, જેના 10 ટકાથી વધુ કૃતિઓ એટલે કે 16,817 કૃતિઓ પંચમહાલ જિલ્લાના બાળકો દ્વારા મોકલાવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહે જણાવ્યું હતું કે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે કોરોના વોરિયર્સ પર કૃતિઓના નિર્માણની રાજ્યવ્યાપી સ્પર્ધાની જાહેરાત થતા જિલ્લાના શિક્ષકો દ્વારા બાળકોને આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ માટેનો પ્રમુખ હેતુ એ હતો કે બાળકો કોરોના સામેની લડાઈમાં અગ્ર મોરચે રહેલા કોરોના વોરિયર્સ અને તેમની કામગીરી વિશે જાણે અને તે બાબતમાં પોતાની લાગણીઓની અભિવ્યક્તિ કરે. તેમણે આ સ્પર્ધાઓને લોક ડાઉન દરમિયાન સર્જનાત્મક વૃતિ ખીલવવાનું સુંદર માધ્યમ ગણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ રજૂ થવા માટે તેમણે જિલ્લાના શિક્ષકોને સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધાઓમાં ચિત્ર સ્પર્ધા વિભાગમાં 7374 વિદ્યાર્થીઓએ, નિબંધ સ્પર્ધામાં 4589 વિદ્યાર્થીઓએ, કાવ્ય લેખન સ્પર્ધામાં 1892 વિદ્યાર્થીઓ મળીને પ્રાથમિક વિભાગના કુલ 13,855 તેમજ માધ્યમિક વિભાગ હેઠળ ચિત્ર સ્પર્ધામાં 1249 વિદ્યાર્થીઓ, નિબંધ સ્પર્ધામાં 1380 વિદ્યાર્થીઓ, કાવ્ય લેખન સ્પર્ધામાં 333 વિદ્યાર્થીઓ મળીને કુલ 2962 વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કૃતિઓ રજૂ કરી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નદી ઉત્સવ અંતર્ગત સામૂહિક પ્રતિજ્ઞા વાંચન અને મેરેથોન દોડ યોજાઈ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં રાત્રિ દરમિયાન દીપડો જાહેરમાં દેખાયો.

ProudOfGujarat

નોકરી અપાવવાના બહાને લીંબાસીનાં યુવક સાથે ત્રણ શખ્સોએ રૂ ૧.૭૪ લાખની છેતરપિંડી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!