સમગ્ર વિશ્વમાં ભારત સહિત ગુજરાતમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે દિન પ્રતિદિન વધી રહેલા કોરોના વાઇરસ કેસથી સામાન્ય લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 ની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને કોરોનાગ્રસ્ત દર્દીઓનાં રીપોર્ટ ગોધરામાં થાય અને તેમની તપાસ માટે અત્યંત આધુનિક લેબ અને જરૂરી સાધનો તેમજ અનુભવી સ્ટાફ અને ડોક્ટરો દ્વારા જરૂરી પ્રશિક્ષણ વર્કશોપ વગેરે વ્યવસ્થા માટે પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરનાં અગ્રસચિવને આવેદનપત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના દર્દીઓનાં કેસને ધ્યાનમાં રાખીને કોરોના વાઇરસ દર્દીનો રીપોર્ટ ગોધરામાં થાય તે માટે અત્યંત આધુનિક સુવિધા સજ્જ લેબ તેમજ જરૂરી સાધનો અને અનુભવી સ્ટાફ તથા ડોક્ટરોની આવશ્યકતા ઉભી થઈ છે અને કોરોનાની મહામારીને નિયંત્રણમાં લેવા માટે જિલ્લામાં મેડીકલ સ્ટાફ તબીબો, પ્રાઈવેટ ડોક્ટરો વગેરે આ રોગ સામે જાગૃત બની પ્રશિક્ષણ વર્કશોપ યોજવામાં આવે તે માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટી એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના અગ્રસચિવને આવેદનપત્રનાં માધ્યમથી રજૂઆત કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી