આજે નર્સિંગ દિવસ છે આ દિવસ પ્રથમ નર્સ ફ્લોરેન્સ નાઇટીગર્લનાં માનમાં ઉજવવામાં આવે છે. આજે તેમની ૨૦૦ મી જન્મ જયંતિને હાલના સમયમાં નર્સિંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા નર્સીંગ સ્ટાફ દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગોધરા સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સ દ્વારા ફ્લોરેન્સ નાઇટીગર્લની ૨૦૦ મી જન્મ જયંતિ નિમિત્તે કેક કાપી કોવિડ-19 ની વૈશ્વિક મહામારી વિષે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
કોવિડ-19 ની વિશ્વ વ્યાપી અને અત્યંત પડકારરૂપ મહામારી છે એની સામે મોખરાનો મોરચો સંભાળીને લડનારાઓમાં નર્સિંગ સમુદાયનો સમાવેશ થાય છે. આ સમુદાય વગર આરોગ્ય સેવાઓ અધુરી રહે એવું કહી શકાય એટલે જ ૧૨ મી મે ના રોજ વિશ્વ નર્સિંગ ડે તરીકે ઉજવી આ સમુદાયની સેવા નિષ્ઠાને આદર આપવામાં આવે છે. ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે આજરોજ વિશ્વ નર્સિંગ ડે નિમિતે નર્સીંગ સ્ટાફ અને ગોધરા સીવીલ હોસ્પિટલના સર્જનની ઉપસ્થિતિમાં પ્રથમ નર્સ એવા ફ્લોરેન્સ નાઇટીગર્લની દિન ચર્ચાને યાદ કરીને તેમના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી એટલું જ નહિ લેડી વીથ ધ લેમ્બ નામથી વિખ્યાત બનેલા ફ્લોરેન્સ નાઇટીગર્લને યાદ કરીને તેમની સિદ્ધિઓ બિરદાવી હતી અને કેક કાપી કોવિડ-19 ની વૈશ્વિક મહામારી વિશે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ગોધરા સીવીલ હોસ્પિટલના સર્જન મહેશભાઈ પી સાગર તથા નર્સીંગ સુપ્રિન્ટેન્ડન્ટ હસુમતિબેન વાઘેલા અને સિનિયર ઈન્ચાર્જ રેહાના દીવાન તેમજ સીવીલ હોસ્પિટલનાં સ્ટાફ નર્સ હાજર રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી.
Advertisement