Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ મામલતદાર કચેરીએ પરપ્રાંતિયો ભેગાં થઈને પોતાના વતનમાં જવા માટે ઉતાવળા બન્યા.

Share

આમોદ મામલતદાર કચેરીએ પરપ્રાંતિયો ટોળે વળ્યાં. લોકડાઉનના કારણે બેબાકળા બનેલા લોકો હવે વતનમાં જવા માટે ઉતાવળા બન્યા, આશરે 5 દિવસ પહેલા ટિકિટના રૂપિયા જે તે અધિકારીને આપી રજિસ્ટ્રેશનની પ્રકીયા હાથ ધરાઇ હતી છતાં હજુ સુધી તેમને ઘરે પરત ફરવા માટે કોઈ યોગ્ય ઉત્તર ન મળતાં તેઓએ પગપાળા ચાલી નીકળવાની ચીમકી ઉચ્ચારી. કોરોના વાયરસની મહામારીને કારણે લોકડાઉન થતા ગુજરાત રાજ્યમાં પરપ્રાંતમાંથી આવેલા લોકોની રોજગારી છીનવાઈ જતા તેઓ પોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે કેટલાય પરપ્રાંતિઓ ચાલતા જ પોતાના વતનની વાટ પકડી હજારો કિલોમીટર દૂર ચાલતા થઈ જાય છે.આમોદ પંથકમાં પણ પરપ્રાંતમાંથી આવેલા અનેક લોકો લોકડાઉન થતા ફસાયા છે અને પોતાની રોજગારી પણ ઠપ્પ થતા પોતાના વતનમાં જવા બેબાકળા બન્યા છે. આમોદ પંથકમાં રહેતા અનેક પરપ્રાંતિઓએ સરકારના આદેશ મુજબ રેલવે ટીકીટના રૂપિયા પણ જેતે અધિકારીને આપી દીધા હતા. જેના આજે પાંચ થી છ દિવસ થવા છતાં તેમને વતન જવા માટેનો કોઈ સંદેશો ના મળતા મોટી સંખ્યામાં આમોદ મામલતદાર કચેરીએ ભેગા થયા હતા. જેમણે પોતાનો રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે જો બે દિવસમાં અમને અમારા વતન જવા માટે વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અમે પરિવાર સાથે ચાલતા જ વતનની રાહ પકડીશું અને રસ્તામાં અમને કઇ પણ થશે તો તે માટે ગુજરાત સરકાર કે અમારા વતનની ઉત્તરપ્રદેશ સરકાર કે બિહાર સરકાર જવાબદાર હશે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાની સીમમાં પ્રદૂષણ ફેલાવતા ડામર પ્લાન્ટ બાબતે રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે મહિલાની બેગ લઈ જનારા આરોપીઓ ગણતરીના કલાકોમાં સળિયા પાછળ

ProudOfGujarat

સુરત ચોક બજારના ડભોલી વિસ્તારમાં શાળાનાં બાળકોના ઝધડામાં સમાધાન કરવા ગયેલા બે સંતાનના પિતાને ચ્પ્પુના ધા મારી મોતને ધાટ ઉતારી દેવાની ધટનાએ સુરત પંથકમાં ચકચાર મચાવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!