રાજપીપળા ગુજરાત હાઈકોર્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર 6 ગામો ખાલી ન કરાવવા બાબતની જાહેર હિતની અરજી ફગાવ્યા બાદ તંત્ર દ્વારા એ વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેનો વિરોધ કરી અગાઉ આસપાસના ગ્રામજનોએ કેવડિયા પોલીસ મથકનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો.તો બીજે દિવસે પોલિસના કાફલા સાથે સર્વે કામગીરી પુનઃ હાથ ધરાતા સર્વે ટીમના કર્મચારીઓ સામે આદિવાસી મહિલાઓ પહોંચી ગઈ હતી અને ઉગ્ર સ્વરે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી મહિલાઓએ પોલિસ સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તમેં અમારી જમીનો જબરજસ્તીથી ઝૂંટવી લો છો, અમને એક જ વાર એની કરતા ગોળી મારીને મારી નાખો તમને ગરીબોની હાય લાગશે.જ્યારે કેવડિયા ગામની યુવા મહિલા કિંજલ તડવીએ જણાવ્યું હતું કે અહીંયા ખૂબ જ ત્રાસ વધી ગયો છે, અમે જમીનના માલિકો છે તો અમને પૂછ્યા વગર જમીનમાં ઘુસી જાય છે.અધિકારીઓ એમ કહે છે કે અમને ઉપરથી મંજૂરી મળી છે, અમે કહીએ તો અમને મંજૂરીના કાગળો પણ બતાવતા નથી.લોકડાઉનમાં શેની મંજૂરી મળી શકે, અધિકારીઓને લોકડાઉન નથી લાગતું ફક્ત સામાન્ય જનતા માટે જ લોકડાઉન છે? એમ જણાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. નર્મદા જિલ્લા પ્રશાસન લોકડાઉનમા પણ આ ગામોની વિવાદિત જમીનોના સર્વે કરવા દોડી હતી, જમીન માપણીમા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા છે,તો પછી નર્મદા જિલ્લા વહિવટી તંત્રએ જમીન માપણી સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કર્યાં છે.છેલ્લા બે દિવસથી કેવડિયા વિસ્તારમા લોકોના ટોળે ટોળા જેવા મળ્યા છે.ગોરામાં કોરોના પોઝિટિવ દર્દીની હિસ્ટ્રી જાણી તત્કાળ કડક પગલાં લો.છેલ્લા બે દિવસથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર જમીન માપણીની કરી પોલિસ કર્મચારીઓ, જમીન માપણીના કર્મચારીઓ અને આ ગામોના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે.તો બીજી બાજુ કોઠી, વાગડિયા, લીમડી, ગોરા, ઇન્દ્રવર્ણા, ગરુડેશ્વર ગ્રામ પંચાયત વિસ્તારોના લોકોએ આ મામલે નર્મદા જિલ્લા વહિવટી તંત્રને આવેદનપત્ર આપી સર્વે કામગીરીનો વિરોધ વ્યક્ત કર્યો હતો.સમગ્ર ઘટનાની લોકો માં ભારે ચર્ચા ચાલી રહી છે.
મોન્ટુ
રાજપીપલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોક ડાઉનનાં સમય દરમિયાન સર્વ કામગીરી હાથ ધરવામાં આવતા આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો.
Advertisement