આમોદમાં રહેતા પરપ્રાંતીય કામદારો લોકડાઉનમાં ફસાય જતાં ઘરે પરત જવા મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. એક અઠવાડીયાથી ધક્કા ખાય છે પણ યોગ્ય જવાબ નથી મળી રહ્યા. કોરોનાથી બચવા લોકડાઉન જાહેર કરાયું જેનો સૌથી વધુ ભોગ પરપ્રાંતીય મજૂરો બન્યા છે. કામધંધા બંધ થતાં ખાવાના પણ ફાંફા પડી ગયા છે. લાંબા સમયગાળા બાદ મજૂરોની ધીરજ ખૂટી પડી છે. સ્થાનિક તંત્ર પાસે રજીસ્ટ્રેશન કરાવી વતન જવાની પરવાનગી આપી છે. જેથી આમોદ તાલુકામાં રહેતા કામદારો હવે રજીસ્ટ્રેશન કરાવવા મામલતદાર કચેરી જઇ રહ્યા છે. પણ સરકારી અધિકારીઓ ધક્કા ખવડાવી રહ્યા છે. લોકડાઉનમાં નાણાં ખૂટી પડ્યા છે તેમ છતાં નાણાંની વ્યવસ્થા કરવી રજીસ્ટ્રેશન કરાવ્યુ પણ હજુ સુધી મંજૂરી મળી નથી. પૈસા ખર્ચવા છતાં ધરમના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સાથે પોતાના મનની વ્યથા પરપ્રાંતીય યુવકો જણાવી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે વતન જવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
આમોદ : પરપ્રાંતીય મજૂરોને વતન જવા માટે મામલતદાર કચેરીનાં ધક્કા ખાવા પડે છે.
Advertisement