નર્મદા જિલ્લામાં 15 મી એપ્રિલે કોરોનાના 2 કેસ સામે આવ્યા હતા, એ બાદ સમયાંતરે કુલ 12 કોરોનાના કેસ સામે આવ્યા હતા.ગત 23 મી એપ્રિલ સુધીમાં એ તમામ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને સમયાંતરે રજા આપવામાં આવી હતી અને 23 મી એપ્રિલે નર્મદા જિલ્લો કોરોના મુક્ત જાહેર થયો હતો, બીજી બાજુ આગામી 14 મી મે ના રોજ નર્મદા જિલ્લો ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં આવવાની તૈયારીમાં હતો એવામાં જ 11 મી મે ના રોજ નર્મદાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર પીએચસીના પંચલા સબ સેન્ટરના CHO અશોક ચાવડા કોરોના પોઝિટિવ જાહેર થયો છે. નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 08 સેમ્પલ ચેકીંગ માટે મોકલાયા હતા એ પૈકી અશોક ચાવડાનો રિપોર્ટ પોઝિટિવ આવતા એને સારવાર અર્થે રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે.તદઉપરાંત બીજા 10 સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.નર્મદા જિલ્લામાં આરોગ્ય ટુકડીઓ દ્વારા કુલ-81,837 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 142 દર્દીઓ, તાવના 54 દર્દીઓ અને ડાયેરીયાના 19 દર્દીઓ સહિત કુલ -215 જેટલા દર્દીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. નર્મદા જિલ્લા આરોગ્ય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના જેતપુર પીએચસીના CHO અશોક ચાવડા ગત 13/04/2020 ના રોજ ગળામાં તકલીફ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ લઈને જેતપુર પીએચસી ખાતે ગયો હતો, એ દરમિયાન ડો.શૈલેન્દ્ર ભીલે એમને દવા આપી હતી. 14 દિવસ કોરોન્ટાઇન રહેવાની સલાહ આપી હતી.જો કે એ વખતે એમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.બાદ અશોક ચાવડા 6 મે ના રોજથી નાંદોદ તાલુકાની વીરપુર ચેક પોસ્ટ પર આવતા જતા લોકોના સ્ક્રીનીંગની કામગીરી કરી રહ્યા હતા.થોડા દિવસ અગાઉ એમને ફરી ગળામાં તકલીફ થતા ગત રોજ એમનું સેમ્પલ લેવાયુ હતું જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કુલ 13 કોરોનાના કેસ સામે આવ્યા છે જેમાંથી 5 કેસ તો આરોગ્ય કર્મીઓના હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
મોન્ટુ
રાજપીપલા નર્મદા