Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના સામેની લડાઈમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને ૧૦ પલ્સ ઓક્સીમીટરની સહાય કરી.

Share

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા જિલ્લા વહીવટીતંત્ર મક્કમતાભર્યા પગલાં લઈ રહ્યું છે ત્યારે અન્ય એકમો-સંસ્થાઓ પણ મદદ કરવા આગળ આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના રિજિયોનલ મેનેજરશ્રી ચંદ્રમોહન સૈની અને તેમની ટીમે જિલ્લા આરોગ્ય વિભાગને કોરોના સામેની લડાઈમાં ૧૦ પલ્સ ઓક્સીમીટરની સહાય કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું યોગદાન આવકાર્ય પહેલ છે અને સૌના સહીયારા પ્રયાસ અને સાથથી જ કોરોના સામેનો આ જંગ જીતી શકાશે. ઉલ્લેખનીય છે કે પલ્સ ઓક્સીમીટર લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ નોંધે છે. જેથી શરીરમાં સંક્રમણની સ્થિતિ વિશે જાણકારી મેળવવામાં મદદ મળે છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-અજાણ્યા ટેમ્પાએ બાઇકને ટક્કર મારતા ૧નું મોત બે ઘાયલ.અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પા સાથે ફરાર…

ProudOfGujarat

વડોદરાના આયશ પાર્કમાં પાણીનો વેડફાટ પદાધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં…

ProudOfGujarat

અંકલેશ્વરનાં ત્રણ રસ્તા પાસે આવેલ ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફિસમાં બંદૂકની અણીએ લૂંટનો બનાવ બનતા જીલ્લામાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!