સંદેશ પેપરમાં ગુટકાના સમાચાર છાપીને જે પર્દાફાશ કરવા છતાં પણ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે જેની સાથે કપડાંના વેપારીઓ પણ આ ગુટકાનું વેચાણ કરી રહ્યા છે નેત્રંગએ ગુટકાનું વેપારી કેન્દ્ર તરીકે પ્રચલિત છે. પેપરમાં વારંવાર સમાચાર આવશે તો અમારું શું તૂટી જવાનુ છે કારણ કે મોટાપાયે અધિકારી સાથે સેટીંગ કરીને ધંધો કરવામાં આવે છે નેત્રંગએ ગુટકાનું એ.પી સેન્ટર તરીકે આ લોકડાઉનમાં ઓળખાય છે. આ દિવસમાં વેપારી માલામાલ થઈ ગયા છે. આજદિન સુધી નેત્રંગમાં એક પણ કેસ પણ દાખલ થયો નથી ખુબ ગુટકાનું બે નંબરી વેચાણ થવા છતાં પણ એક પણ ગુટકાનાં વેપારી પર કેસ થયો નથી એટલે કેટલા મોટા પ્રમાણમાં અધિકારી સાથે સેટીંગ હશે એ લોક મુખે ચર્ચાય રહ્યું છે. નેત્રંગ માર્કેટ યાર્ડમાં વિમલ, તમાકુ, બીડી વેચાણ પર સરકારે પ્રતિબંધ મુકેલા છતાં પણ રોજ વહેલી સવારે અને સાંજ સમયે 7:00 થી 8:00 વાગ્યાનાં ગાળામાં તથા રાત્રીનાં સમયમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ બાબતે સંદેશ પેપરમાં પર્દાફાશ થવા છતાં પણ સરકારી તંત્ર કોઈ પણ જાતના પગલાં ભરતા નથી કેટલાક વેપારીઓ કહે છે કે લોક ડાઉન બે મહિના સુધી લંબાવવા આવે તો સારુ એમ કહી રહયા છે જેથી વેપારીઓ કાળા બજાર કરી શકે જે વિમલનું કાર્ટૂન 20,000 રૂપિયા આવે છે તેને આજના ભાવ મુજબ 1,00,000 રૂપિયા કરતા પણ ઉંચા ભાવે વેચાણ કરવામાં આવે છે. જે વિમલ 5 રૂપિયા વેચાય છે તે વિમલ આજે કાળા બજારમાં 30 રૂપિયામાં વેચાણ કરી રહયા છે. એક વિમલનું પેકિંગ 30 નંગ આવે છે તેનો ભાવ 150 રૂપિયાની બદલે 800 રૂપિયા વેચાય છે. જયારે આખું કાર્ટૂન આશરે 20,000 રૂપિયા આવે છે તેનો આજે ભાવ 1,00,000 રૂપિયા કરતા પણ વધુ ભાવે વેચાણ થાય.
નેત્રંગ તાલુકાનાં મોટા હોલસેલ ગુટકાનાં વેપારીઓ ખુબ ઉંચા ભાવે વેચાણ કરી રહ્યા હોય તેવી બૂમો નેત્રંગ તાલુકાની જનતા ઉઠી છે.
Advertisement