Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોક ડાઉન વચ્ચે મદદમાં સલમાનની આગળ સરકારો પણ ફેલ? કંઈ રીતે બન્યા જરૂરતમંદ લોકોના સુપર હીરો સલમાન,જાણો વધુ.

Share

સલમાન ખાન, દેશભરમાં કદાચ જ આ નામને કોઇ ઓળખતું ન હોય,બૉલીવુડની ફિલ્મી દુનિયામાં આ નામ બુલંદીઓ ઉપર છે,આ સ્ટારના દુનિયાભરમાં લાખો ચાહકો છે,એટલે જ તો તેઓની ફિલ્મો પણ પરદા પર આવ્યા પહેલા જ સુપરહિટ થઇ જાય છે, આજકાલ કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોક ડાઉનની સ્થિતિ છે,ખુદ સલમાન ખાન પણ લોક ડાઉનમાં તેઓના પનવેલ ફાર્મ હાઉસમાં છેલ્લા કેટલાય દિવસોથી ફસાયા છે,પરંતુ સલમાનના આ મહામારી વચ્ચે પણ પોતાની દરિયા દિલી રોકી શક્યા નથી. આમ તો તેઓના ટ્રસ્ટ થકી થતી કામગીરી બહુ ગુપ્ત હોય છે તેવી માહિતી પણ અવારનવાર સાંભળવા મળતી હોય છે,એ પછી સામાન્ય વ્યક્તિ હોય કે બૉલીવુડના કલાકારોની મદદ કરવી,સલમાન હંમેશા પોતાના આ અંદાજના કારણે લોકોમાં રિયલ લાઈફ હીરોની છાપ ધરાવે છે, લોક ડાઉનમાં મુંબઈના રસ્તાઓ ઉપર મદદ માટે બિંગ હંગ્રી નામની ગાડીઓ ફરી રહી છે એ ગાડીઓ સલમાન ખાને ગરીબો અને જરૂરતમંદ લોકો માટે ફરતી કરી છે જેમાંથી તૈયાર કરવામાં આવેલ કીટનું સતત વિતરણ થઇ રહ્યું છે,આ ઉપરાંત તેઓના ફાર્મ પરથી પણ જરૂરતમંદ લોકો સુધી તેઓ જાતે રાશનની મદદ માટે ગાડીઓ મોકલી રહ્યા છે,સાથે જ સલમાને બોલિવૂડ સાથે જોડાયેલા વર્કરોના ખાતામાં રૂપિયા પણ નાખવામાં આવ્યા હતા, આમ કોરોના મહામારી વચ્ચે સલમાનખાન લોકોની સતત મદદ કરી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં સલમાનના ચાહકો સરકારો નથી કરતી તેટલી મદદ સલમાન કરતા હોવાના દાવા કરી રહ્યા છે જેની નોંધ ખુદ ટ્વિટર પર મહારાષ્ટ્રની એક રાજકીય પાર્ટીના યુવા સદસ્યએ ટ્વીટ કરી કહી હતી.

Advertisement

Share

Related posts

કેલ્વીકુવા ગામના પુલની રેલીંગ-માટી પુરાણની માંગ કરતાં રહીશો,ગફલતથી વાહન સીધું ખાડીમાં પડતા જીવ ગુમાવાનો વારો,

ProudOfGujarat

નડિયાદ : કપડવંજના બસ સ્ટેન્ડ પાસે બેકાબુ ટ્રકે ઉભેલી બે રીક્ષાને અડફેટે લેતાં એકનું મોત

ProudOfGujarat

બ્રિજ ભૂષણની ધરપકડની માંગ મુદ્દે ખાપ પંચાયતનું હરિયાણા બંધનું એલાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!