Proud of Gujarat
FeaturedGujaratINDIA

 રાજપીપળા શહેર ભાજપ મહામંત્રીએ જાતે ગટરો સાફ કરતો ફોટો વાઇરલ થતા ફોટો અંગે મીડિયામાં સ્પષ્ટતા કરી.

Share

રાજપીપલા નર્મદા હાલ કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા માટે લોક ડાઉન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે ત્યારે નગરપાલિકાની નબળી સ્થિતિ અંગે વેરા વધારવાનો ઠરાવ કરવામાં આવતા રાજપીપલા નગરપાલિકામાં 18 સભ્યોએ પાલિકાના મુખ્ય અધિકારીની વાત સાથે સંમત થઈ વેરા વધારવાનો ઠરાવ પર સંમતિ આપી છે તે વાતની નગરજનોમાં હજુ ચર્ચાઓ ચાલે છે તેમાં આજે રાજપીપલા શહેર ભાજપના મહામંત્રી રાજેન્દ્ર પટેલનો ગટર સાફસફાઈ કરતો ફોટો તમામ ગ્રૂપમાં તેમજ સોશ્યિલ મીડિયામાં વહેતા થયા હતા. જેમાં મોડી રાત્રે રાજેન્દ્ર પટેલ મીડિયા કર્મીઓ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત માતાની જય રાજપીપળા ખાતે આજે ભાઈએ મારી લાગણી સમજીને જે ક્લિપ આપેલ છે એમાં હું ભાજપનો મહામંત્રી પછીથી છું પરંતુ હું ભારતનો એક જવાબદાર નાગરિક છું તેથી મારા મેડિકલ સ્ટોર પાસે હું સાફ સફાઈ કરું છું એ એક નાગરિક તરીકેની ફરજ અદા કરું છું સ્વચ્છતા પોતાના ઘરથી ચાલુ થાય એવું હું ઇચ્છું છું આપના પીએમ નરેન્દ્ર મોદી સાહેબના જે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતુ એમાં હું એક જવાબદાર વ્યક્તિ તરીકે આ કામ કરું છું લાગણી વિચારો સાથે હું મારી ગટર જાતે સફાઈ કરી હતી.

મોન્ટુ
રાજપીપલા નર્મદા

Advertisement

Share

Related posts

અભિનેત્રી જ્યોતિ સક્સેના એ તેના મનપસંદ ચોમાસાની મોસમની તે ક્ષણોને યાદ કરી વર્ણવી.

ProudOfGujarat

નડિયાદ ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ સેવાસદન ચોકડી પર અકસ્માત, ટ્રેલરની અડફેટે બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!