ભરૂચમાં ને.હા ૪૮ પર મુલડ નજીક ભરૂચ નગર પાલિકાની ડંપીંગ સાઇટ આવી છે, આખા શહેરનો કચરો આ સાઇટ ઉપર ઠાલવવામાં આવે છે, કચરામાંથી નીકળતું દુર્ગંધ યુક્ત પાણી આસપાસનાં ખેતરોમાં પ્રવેશી ગયું છે,જેના કારણે ખેતીના પાકને નુકશાન થતું હોવાની બુમો ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડંપીંગ સાઇટને અડીને જ કેટલાક ખેતરો આવ્યા છે જેના કારણે ખેડૂતો માટે ખેતી કરવી આ સ્થળે માથાનો દુખાવા સમાન બન્યું છે.
Advertisement