Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરજ બજાવનાર પી.એસ.આઇ કે.કે.પાઠકએ જન્મ દિવસ પર પોતાના પરિવાર વચ્ચે જવાનું ટાળી જિલ્લામાં પ્રવેશતા લોકોને માસ્ક આપી પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી.

Share

હાલ કોરોનાની વચ્ચે નર્મદા જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ ન હોય મોટી રાહત છે છતાં વહીવટી તંત્ર હજુ ખડે પગે છે ત્યારે નર્મદા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન અને સૂચના મુજબ ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરજ બજાવનાર પી.એસ.આઇ કે.કે.પાઠક હંમેશા સ્ટેચ્યુ પર આવનાર પ્રવાસીઓની મદદે આવી નર્મદા પોલીસની કામગીરી બાબતે લોકોનામાં સારી છાપ ઉભી કરતા આવ્યા છે. પરંતુ હાલ સ્ટેચ્યુ બંધ હોય તેમની ફરજ પોઈચા પુલ પર છે સાથે આજે રવિવારે તેમનો જન્મ દિવસ પણ હોય આ જન્મ દિવસની યાદગાર અને કોરોના જાગૃતિને લગતી કામગીરી કરતા જોવા મળ્યા હતા.પી.એસ.આઇ કે.કે.પાઠકે રવિવારે તેમના જન્મ દિવસ નિમિત્તે પોઈચા પુલની તેમની ફરજ ઉપર બહારનાં જિલ્લામાંથી આવતા લોકોને માસ્ક વિતરણ કરી સાથે કોરોના સંબંધિત જરૂરી સાવચેતીની માહિતી આપી એક અલગ રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી. આમ તો બહારના જિલ્લામાંથી નર્મદામાં ફક્ત પાસ ધરાવતા લોકોને જ પ્રવેશ મળે છે પરંતુ પાસ લઈ પોઈચા પુલ પરથી રાજપીપળા તરફ આવતા લોકોને માસ્ક આપી સોસીયલ ડિસ્ટન્સ સહિતની કોરોના લને લગતી જરૂરી માહિતી આપી નર્મદા જિલ્લો કોરોના મુક્ત રહે, કોઈ નવો પોઝીટીવ કેસ ન આવે તેની તકેદારી રાખી જન્મ દિવસની ઉજવણી જીલ્લાના લોકોના સ્વાસ્થ્યની સાવચેતી માટે કરી હતી. આમ સ્ટેચ્યુ બાદ હાલ પોઈચા પુલની ફરજ પર પણ પી.એસ.આઇ પાઠક નર્મદા પોલીસ લોક ઉપયોગી કામગીરી માટે સતત તત્પર રહે છે તેના દર્શન કરાવ્યા હતા.

મોન્ટુ
રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચમાં જિલ્લા કક્ષાનો ૯ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ડાયટ યોજાયો

ProudOfGujarat

ખેડા જિલ્લામાં વિવિધ જગ્યાએ ફૂડ સેફટી ઓફીસરની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરાઈ.

ProudOfGujarat

સુરતના હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી કર્મચારી દ્વારા રૂપિયા 1 કરોડથી વધુના સોનાના પાવડરની ચોરી કરી હોવાનું સામે આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!