રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય શ્રી સોનિયા ગાંધી તથા હંમેશા ગરીબો વંચિતોની વ્હારે આવતા ભરૂચનાં પનોતા પુત્ર શ્રી અહેમદભાઈ પટેલ સાહેબના આદેશથી ભરૂચ જી.આઈ.ડી.સી.માં ફસાયેલા ઝારખંડના કામદારોને છેલ્લા 5 દિવસથી વાગરા તાલુકાના કોંગ્રેસ આગેવાનો યાકુબભાઈ ગુરજી તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ઇશાકભાઈ રાજ તથા ભરૂચ જિલ્લા સોશ્યિલ મીડિયાના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર ગઢવી સંપર્કમાં હતા સ્થળ પર મુલાકાત લેતા આ કામદારો ખૂબ દયનીય પરિસ્થિતિમાં રહેતા જોવા મળ્યા હતા અને તેમની પાસે પૂરતું બે પેટનો ખાડો પુરાય તેટલું પણ અનાજ જોવા મળ્યું ના હતું આ વાતની જાણ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કમરુભાઈ પટેલને કરતા 27 જેટલા કામદારોને તાત્કાલિક ધોરણે ખાવાની વ્યવસ્થા કરી આપી હતી અને આગળ પણ જરૂર પડે તો જણાવજો તેવો દિલાસો કામદારોને આપ્યો હતો. પરંતુ કામદારો બહુ સમયથી ઘરથી દૂર હોય અને લોક ડાઉનમાં દયનીય પરિસ્થિતિ થતા ઘરે જવાની તૈયારી દર્શાવી હતી. તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પરિમલસિંહ રણાને કરતા તેમને બધા જ કામદારોને જવાનો ખર્ચ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ આપશે તેવું આશ્વાસન આપતા 27 કામદારોના પૈસા મોકલતા તેમને ઘર જવાનો માર્ગ મોકળો થયો હતો અને કામદારોમાં ખુશીનો માહોલ આજે જોવા મળ્યો હતો. હંમેશા ગરીબોની સમસ્યા સમજીને કોંગ્રેસ પાર્ટી દ્વારા મદદ કરવાની ઈચ્છા દર્શાવી છે.
આજરોજ મેઘમણી કંપની પાસે રહેતા ઝારખંડનાં કામદારોને વતન જવા માટે ટ્રેન ટિકિટ ભાડાની વ્યવસ્થા કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી.
Advertisement