ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદી કાંઠા વિસ્તારમાં મહાકાય મગરે દેખા દેતા ગ્રામજનો દ્રારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. મહાકાય મગર ના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારબાદ વનવિભાગ અને BNC TEAM દ્રારા તવરા ગામના સરપંચ તથા વોર્ડના સભ્ય અને સ્થાનિક આગેવાનોની હાજરીમા સુરક્ષાના ભાગરૂપે મગર થી સાવધાન તેમજ ચેતવણી ના બોર્ડ લગાવવામા આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીના પ્રવાહમાં અવાર નવાર મગરો જોવા મળતા હોય છે તેમ છતાં લોકો નદી માં ન્હાવા માટે બપોર ના સમયે જોવા મળતા હોય છે. તે બાબત ખૂબ ગંભીર કહી શકાય તેમ છે.
Advertisement