ભરૂચ જિલ્લામાં બે દિવ પૂર્વે કોરોના વાયરસના તનામ દર્દીઓ સાજા થતા જિલ્લાના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. સાથે જ જાણે કે જિલ્લામાં લોક ડાઉન ૩ જેવું કંઈજ ન હોય તેમ માર્ગો ઉપર વાહન વ્યવહાર અને પબ્લિકની અવર જવર જોવા મળી હતી. એક તરફ તંત્ર લોકોને ઘરોમા રહેવાની તેમજ સોશિયલ ડિસ્ટસિંગ રાખવાની અપીલો રોજ કરી રહ્યા છે. તેમ છતાં કેટલાય સ્થળોએથી જાહેરનામા ભંગના બનાવો સામે આવી રહ્યા છે. કોરોના સામેની લડત મોટી છેઆ વાત મીડિયા મારફતે ૨૪ કલાકમાં ૫૦૦ વાર લોકો સુધી પહોંચતી હશે. પરંતુ હજુ પણ લોકો જાણે કે સબ સલામત હૈ જેવી નીતિઓ અપનાવી બહાર નીકળી રહ્યા છે. સરકારે થોડી રાહત રૂપી છૂટછાટ શુ આપી લોકો માની બેઠા કે હવે કોઈ કોરોના નહિ આવે હવે બધું સબ સલામત થઇ જશે. ભરૂચ ગ્રીન જોનમાં આવે તેવી આશ લોકોના મન માં બંધાઈ હતી. પરંતુ હવે એ આશ માટે જિલ્લાના લોકોએ વધુ થોડા સમય માટે રાહ જોવી પડે તેમ છે. વાત કર્યે આજે નોંધાયેલ પોઝીટિવ કેસની તો સુરત ના છીદ્રા ગામ ખાતેથી જંબુસરના મદાફર આવેલા ૧૮ વર્ષીય શાકિર પરમાર નામના યુવકનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તેનો રિપોર્ટ પોઝીટિવ આવતા તંત્ર દ્વારા તેને અંકલેશ્વરની કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથધરી હતી. સાથે જ તેના સંપર્કમાં આવેલ તમામને કોરન્ટાઇન કરવાની તજવીજ હાથધરી છે.
ભરૂચ-કોરોનાની રી.એન્ટ્રી, વડોદરા-સુરત ની બોર્ડરો પર કરવામાં આવશે નો એન્ટ્રી,? શહેરમાં પબ્લિકની અવર જવર મુશ્કેલીઓમાં વધારો કરે તો નવાઇ નહિ.
Advertisement