મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા તારીખ ૫ મે ૨૦૨૦ નાં રોજ આયોજિત કવિ સંમેલનમાં જોડાયેલ ૭૯ હિન્દી કવિઓને ડૉ. ગુલાબચંદ પટેલ અધ્યક્ષ દ્વારા આયોજિત સમ્માન સમારોહમાં ઑન લાઈન ક્ષેત્રીય નિદેશક કેન્દ્રીય હિન્દી સંસ્થાન અમદાવાદનાં શ્રી સુનીલ કુમારનાં હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર તાજેતરમાં અસ્તિત્વમાં આવી છે તેમ છતાં લોક ડાઉનમાં પણ ચાર કવિ સંમેલન બે ગુજરાતી ભાષામાં અને બે હિન્દી ભાષામાં ઑન લાઈન આયોજિત કરવામાં આવ્યા અને તમામ કવિ લેખકને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ મૂલવાણી સચિવ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સંસ્થાનાં ઉપાધ્યક્ષ શ્રી ગોરખનાથ દ્વારા મેહમાન શ્રી સુનીલ કુમારનું સ્વાગત શબ્દોથી કર્યું હતું, સંસ્થાનાં અધ્યક્ષ શ્રી ડૉ. ગુલાબચંદ પટેલ દ્વારા નિદેશક શ્રી સુનીલ કુમારજીનું સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું અને આભાર માન્યો હતો. આ પ્રસંગે ડૉ. ભાવના સાવલિયા રાજકોટ દ્વારા તમામ કવિ લેખક, મેહમાન અને સંસ્થાનાં પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડૉ ગુલાબચંદ પટેલ
ગાંધીનગરમાં ઓનલાઈન ૭૯ કવિઓને સન્માનિત કરવામાં આવ્યાં.
Advertisement