સમગ્ર વિશ્વ સહિત ભારતનાં સૌથી મોટા ભાગનાં રાજ્યોમાં હવે કોરોનાની મહામારીનાં કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને કૂદકેને ભૂસકે કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના પીડિત દર્દીઓની સારવાર કરી રહેલા અને સાચા અર્થમાં કોરોના વોરિયર્સ અને પોતાની ફરજ બજાવતા ડોક્ટરોની હાલત જરૂરી સેફ્ટીનાં સાધનો, દવાઓ, અને તેઓની સુરક્ષા માટે ગંભીર પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ઘોઘંબા ગામે રેફરલ હોસ્પિટલમાં કોરોનાની મહામારી વચ્ચે અતિ મહત્વના પ્રશ્નો ઉભા થયા છે. હાલમાં પંચમહાલ જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૬૦ જેટલી થઈ છે. પોઝીટીવ કેસોના કારણે ગોધરા રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ઘોઘંબા તાલુકામાં આવેલ રેફરલ હોસ્પિટલમાં અપૂરતો સ્ટાફ, દવાઓ, અને ડોક્ટરોની સુરક્ષા માટે જરૂરી સેફ્ટીનાં સાધનોમાં કીટ, માસ્ક, સેનેટાઈઝ, વગેરે જેવી વસ્તુઓની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે જે ગંભીર અને પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય છે ત્યારે પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટી દ્વારા અધિક મુખ્ય સચિવ ગાંધીનગરને આવેદન પત્રના માધ્યમથી રજુઆત કરી જણાવેલ છે કે ઘોઘંબા જેવા અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા કોરોના વોરીયર્સ એવા ડૉક્ટરોને અપૂરતી સેવાઓ અને સેફ્ટીનાં સાધનોનો અભાવ છે તો તાત્કાલીક ધોરણે મળી રહે તે માટે રજૂઆતો કરવામાં આવી હતી.
પંચમહાલ, રાજુ સોલંકી
પંચમહાલ : ઘોઘંબામાં આવેલી રેફરલ હોસ્પિટલમાં સુવિધાઓનાં અભાવ મામલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી.
Advertisement