Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા નગરપાલિકાનાં વિકાસમાં સહભાગી થવા 18 સભ્યોએ વેરા વધારવા નિણર્ય લીધો.

Share

હાલ કોરોનાની મહામારીના લીધે સામાન્ય સભા ન થાય તેથી ફરતો ઠરાવ કરી પ્રજાકીય નિણર્ય લીધો. રાજપીપલા નગરના પ્રશ્નોને વાંચા આપવા માટે નિણર્ય લેવાયો છે. નગરમાંથી હજુ વાંધા સૂચનો માંગવામાં આવશે. રાજપીપળા નગરપાલિકા વર્ષોથી દેવામાં ડૂબેલી છે જેનો કુશળ વહીવટ થાય તે માટે નગરપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે સામાન્ય સભાનો ફરતો ઠરાવ કરવામાં આવ્યો છે,જેમાં નગરપાલીકા દ્વારા લેવામાં આવતા તમામ વેરાઓમાં વધારો કરવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના પાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટે રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભાનો ફરતો ઠરાવ તા.27-4-2020 ના રોજ કોરોનાની મહામારીને લીધે સામાન્ય સભા મળી શકે તેમ ન હોવાથી તેમને ફરતો ઠરાવ કર્યો હતો.જેમાં નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ સરક્યુલર સભ્યોનાં ધરે ધરે ફેરવી એજન્ડા ઉપર તેમની સહીઓ લેવાઇ હતી.નગરપાલિકાના 24 સદસ્યો પૈકી 18 સદસ્યોએ સહીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં નગરપાલિકા પાણી વેરામાં જે હાલ 600 છે તેના 1100 કરવા, હોટલ રેસ્ટોરન્ટનાં 1000 નાં 5000 કરવા, લારીઓ પથારા વાળાનાં જે રૂ.5 છે તેને 20 કરવા, ગાર્ડનની લારીઓ જે હાલ રૂ.40 થી 50 આપે છે તેના 100 સુધી કરવાની દિશામાં ચક્રો ગતિમાન થઇ રહયા છે. નગરજનોને માટે લાઇટવેરા અને સફાઈવેરામાં વધારો કરશો. આ માટે કોઈને વાંધા હોય તો એક મહિનાની મુદ્દતમાં વાંધા રજુ કરવા જણાવ્યું છે. આ બાબતે વિપક્ષ નેતા મુન્તઝીર ખાને જણાવ્યું કે હાલમાં નગરપાલિકામાં સફાઈ કરતા વાલ્મિકી સમાજ કર્મચારીઓનો પગાર 3 મહિનાથી થયો નથી મારા વૉર્ડમાં આવતા વાલ્મિકી સમાજના પડખે હું હંમેશા રહીયો છું અને આગળ પણ રહીશ. તેમનો પગાર ટુંક સમયમાં થઈ જશે તેવી મુખ્ય અધિકારીએ ખાતરી આપી છે. તેમજ વેરા બાબતે હું 30 દિવસ પછી બોર્ડમાં રજુઆત કરીશ. હું રાજપીપલાના હિત માટે હંમેશા રહીયો છું અને આગળ પણ રહીશ હંમેશા કોંગ્રેસ પક્ષ પ્રજાની પડખે રહ્યો છે અને રાજપીપલાની પ્રજાને મારી અપીલ સોશ્યિલ મીડિયામાં ફરતા મેસેજ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી નગરના હિત માટે નગર તરફી નિણર્ય લેવાશે તેવી મારી ખાતરી છે.

મોન્ટુ
રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરાની વાયદપુરા પ્રાથમિક શાળામાં 20 વર્ષ દરમિયાન 11000 કિલોગ્રામ શાકભાજી ઉગાડી મધ્યાહન ભોજન પીરસાયું.

ProudOfGujarat

નડિયાદના પીજ ભાગોળ વિસ્તારમાં રોડ પરના મકાનનું છજુ પડતાં નાસભાગ મચી

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી ગામ માથી બુટલેગરે સંતાડેલો પાંચ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જોકે પોલીસે દારૂ રાખનાર ની અટક કરી હતી બુટલેગર ફરાર થઈ ગયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!