Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયોને આજે અન્ય રાજયમાં પોતાના વતન મોકલવા માટે તંત્ર દ્વારા આરોગ્ય તપાસ અને રેલ્વે ટ્રેનની ટિકિટ આપવામાં આવી.

Share

લોક ડાઉનનાં ત્રીજા તબક્કામાં લોકોને પોતાના વતન જવા માટે તંત્ર દ્વારા બસ અને ટ્રેનની વ્યવસ્થા કરી દેવામાં આવી રહી છે ત્યારે હમણાં સુધીમાં લગભગ ત્રણથી ચાર હજાર લોકો ઉત્તરપ્રદેશ અને બિહાર ટ્રેનમાં જવા રવાના થયા છે. આજે ટિકિટ માટે ભરૂચ મામલતદાર ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં ૫૦૦ જેટલા પરપ્રાંતિય મજૂરો ઉમટ્યા હતા જેઓને ભરૂચથી દેવળિયા ગામ ખાતે મોકલવાની કાર્યવાહી કરવા માટે મેડિકલ ચેકઅપ તેમજ તેઓને ટિકિટ માટે બોલાવ્યા હતા. જોકે આટલી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો ઉમટી પડતા સામાજિક અંતરના ધજાગરા ઊડી ગયા હતા. જયાં પોલીસની મદદ લઈ જાહેર રોડ પર તાપમાં ઊભા રહેલ શ્રમિકોને મામલતદાર કચેરીથી ઓમકારનાથ હોલમાં લઈ જવામાં આવ્યા હતા જોકે પોલીસ આવ્યા બાદ અડધા લોકોને ઓમકારનાથ હોલમાં અને અડધાને બહાર બેસાડવામાં આવ્યા હતા. જોકે કેટલાંક મજૂરો પાસે મોઢા પર પહેરવા માટે માસ્ક પણ ના હતા તંત્ર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. તેમજ અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં ન આવતા અંતે આ વાતની જાણ રામ વિકાસ ટ્રસ્ટને થતા તેઓ દ્વારા કામદારોને મોઢાનાં માસ્ક આપવામાં આવ્યા હતા. અન્ય સ્થાનિક અગ્રણી દ્વારા પાણી પીવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે કે તંત્રની ફરજ છે કે મોટી સંખ્યામાં શ્રમિકો આવતા હોય તો તેમના માટે પીવાના પાણી સહિત નાસ્તાની પણ વ્યવસ્થા કરવી જોઈએ અને સામાજિક અંતર જળવાય તે માટે પોલીસ વ્યવસ્થા પણ હોવી જોઈએ. જોકે આજે અવ્યવસ્થા હોવાના કારણે પરપ્રાંતનાં કામદારોએ તંત્રની અવ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કર્યા હતા.

Advertisement

Share

Related posts

નાંદોદ ખાતે જિલ્લાકક્ષાની પશુપાલન તાલીમ શિબિર યોજાઇ.

ProudOfGujarat

બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે ખોડલધામની માનવતાભરી કામગીરી

ProudOfGujarat

બી.આર.સી ભવન માંગરોલ મુકામે તાલુકા કક્ષાનું ઓનલાઈન ગણિત- વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!