ભરૂચ જીલ્લો આજે કોરોના મુકત થઈ રહ્યો છે વધુ ત્રણ કોરોનાનાં દર્દીઓ સાજા થતાં જયાબેન મોદી કોવીડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભરૂચ જીલ્લામાં ઇખર ગામનાં ધર્મ પ્રચારકોથી કોરોનાની શરૂઆત થઈ હતી. જોકે તમામ ધર્મ પ્રચારકો એક બાદ એક સાજા થયા હતા ત્યાં તેમની સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલનાં તબીબ તેમજ લેબ ટેકનિશિયન, નર્સને ચેપ લાગતાં તેઓ પણ સંક્રમિત થયા હતા અને જયાબેન મોદી હોસ્પિટલમાં કુલ 27 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે ભરૂચ જીલ્લામાં લગભગ 1500 જેટલાં લોકોને હમણાં સુધીમાં હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જયારે આજે ભરૂચ જીલ્લામાંથી 3 કોરોના સંક્રમિત એવા મુંડા ફળિયાનાં રહીશ ફરહાના શેખ તેમની પુત્રી અસફિયા શેખ તેમજ કસકનાં અપ્સરા એપાર્ટમેન્ટમાં રહેતા મોઈન સૈયદને આજે સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હાજર તબીબ તેમજ સ્ટાફ દ્વારા તેઓને તાળીઓનાં અભિવાદન હેઠળ ઘરે મોકલવામાં આવ્યા હતા. આમ ભરૂચ જીલ્લાનાં તમામ કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થતાં જીલ્લો કોરોના મુકત થયો છે. હવે માત્ર અમદાવાદનાં બે ટ્રક ચાલકની સારવાર ચાલી રહી છે.
ભરૂચ જીલ્લાનાં વધુ ત્રણ દર્દીઓને કોવીડ હોસ્પિટલમાંથી રજા અપાઈ જીલ્લો કોરોના મુકત બનશે.
Advertisement