બિહાર પગપાળા જઈ રહેલા 27 શ્રમિકોને ગુજરાતની બોર્ડર ઉપર મહારાષ્ટ્રનાં પોલીસ તંત્રએ અટકાવતા કફોડી સ્થિતિમાં મુકાયેલા શ્રમિકોને ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામના સેવાભાવી સરપંચ અને તલાટી કમ મંત્રીએ મદદરૂપ બની માનવતા મહેકાવી હતી. સુરતના કીમ નજીક ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતીય હજારો શ્રમિકો કામ કરી રહ્યા છે. ઉપરોકત શ્રમિકોને વતન જવા માટે સરકારી તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા ના કરાતા આ શ્રમિકો પગપાળા ચાલતા જઈ રહ્યા છે. જેમા બે દિવસ પહેલા બિહાર રાજ્યના છપરા જીલ્લા 27 શ્રમિકો કીમથી ઉમરપાડા થઇ મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર ઉપર પહોંચ્યા હતા પરંતુ મહારાષ્ટ્ર રાજ્યમાં તેઓ પ્રવેશ કરે તે પહેલા શ્રમિકોને ગુજરાત બોર્ડર ઉપર અટકાવી દેવામાં આવ્યા હતા. તેઓને આગળ જવાનો કોઇ વિકલ્પ ના મળતા મુશ્કેલીમાં મુકાયા હતા આ સમયે ચોખવાડા ગામના સેવાભાવી સરપંચ હરિસિંગભાઇ વસાવા અને તલાટી કમ મંત્રી નિતેશભાઇ સોલંકી તેમની મદદે આવ્યા હતા. ભુખા તરસ્યા શ્રમિકોને આશરો આપ્યો હતો ત્યારબાદ પોતાના વાહનો મારફત કીમ ખાતે મુકી ગયા હતા અને ટ્રેન મારફત તેઓને પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
સુરત કીમથી પગપાળા બિહાર જઈ રહેલા 27 શ્રમિકોને મહારાષ્ટ્ર સરકારે ગુજરાત બોર્ડર ઉપર અટકાવી પરત કરતાં ઉમરપાડાનાં ચોખવાડા ગામનાં સેવાભાવી સરપંચ હરિસિંગ વસાવાએ મદદ કરી.
Advertisement