ઝઘડીયા જીઆઇડીસીમાં સેકડો શ્રમિકો ગુજરાત બહારથી આવી અહીં હંગામી વસવાટ કરી કંપનીઓમાં પોતાનું લોહી રેડી પરિવારજનો માટે રોજગારી મેળવી રહ્યા છે. લોકડાઉનનાં કપળા સમયમાં દેશમાં પરિસ્થિતિ વણસી છે એટલે પોતાના બાળબચ્ચાંઓને વતનમાં મૂકી અહીં આવેલા ખાસ કરી મહિલા શ્રમિકો વતનમાં જવાની તીવ્ર માંગ કરી રહ્યા છે. નાના બાળકો વતનમાં તેના માતા-પિતાને યાદ કરી રહ્યા હોય અહીંથી પોતાના વતન જવા માટે શ્રમીકો કંપની સંચાલકો તથા કોન્ટ્રાક્ટરોને મંજૂરી આપવા તથા અપાવવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.શ્રમીકો તેવી માંગ કરી રહ્યા છે કે અમને ભોજન અથવા રાશન પાણી નહીં આપો તો ચાલશે પરંતુ અમને અમારા વતનમાં બાળ બચ્ચાઓ પાસે જવા દેવાની પરમિશન અપાવો. સ્વામીએ વધુમાં જણાવી રહ્યા હતા કે કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટરો અમને વતનમાં નહીં જવાય અહીં જ કામ કરવાનું દબાણ ઊભું કરી રહ્યા છે પરંતુ અમારે અમારા વતનમાં જવું છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોક ડાઉન પિરિયડ આગળ વધતા શ્રમિકોના જીવ પણ અધ્ધર થયા છે. હજી પણ લોક ડાઉન આગળ વધશે તેવી દહેશત શ્રમિકોના મગજમાં ચોક્કસ ઘર કરી ગઈ છે જેથી તેઓ એક જ વાત કરી રહ્યા છે કે અમને અમારા વતનમાં જવાની વ્યવસ્થા કરી આપો. અમે હવે પછી અહીં નહીં આવીએ તેઓ આક્રોશ પણ ઠાલવી રહયા છે.
ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ કેટલીક કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટરો તેમના પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકોને વતન નહીં જવા દેવામાં આવતાં શ્રમિકો વતન જવાની મંજૂરી અપાવવાની માંગ કરી રહ્યા છે.
Advertisement