ઝઘડીયા જીઆઇડીસીમાં કામદારોને લાવવા લઇ જવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોનાં ચાલકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો અમલ નહીં કરી તથા જાહેરનામાનો ભંગ કરી ચલાવાતા વાહનો સામે ઝઘડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જીઆઇડીસી વિસ્તારમાંથી ૮ થી ૧૦ પેસેન્જરો બેસાડી લઈ જતી બે ઈકો ગાડી સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ કંપની સંચાલકો દ્વારા કામદારોને લાવવા લઈ જવા ઉપયોગમાં લેવાતા વાહનોનાં ચાલકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નહી જાળવી અને જાહેરનામાનો ભંગ કરી ૮ થી ૧૦ કામદારો ઇકો જેવી ગાડીમાં બેસાડી પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ઝઘડિયા પોલીસ જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ધારોલી ચોકડી તરફ જવા વાળા રોડ પર એક ઇકો ચાલકને અટકાવી તપાસ કરતા ઈકોમાં આઠ જેટલા કંપનીના કામદારો બેસાડેલા હતા અન્ય એક વાહનમાં બ્રીટાનીયા કંપની આગળ ત્રણ રસ્તા પાસે ઇકોવાળાને અટકાવી તેમાં તપાસ કરતા નવ જેટલા કંપનીના કામદારો બેસાડી બંને ઇકો ચાલકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવી અને જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવા બદલ દિનેશભાઈ બીજલભાઈ વસાવા રહે. દઢાલ તા.અંકલેશ્વર દીપકભાઈ હસમુખભાઈ જાદવ રહે.ભાનુશાલી માર્કેટ અંકલેશ્વર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડિયા જીઆઇડીસીમાં જાહેરનામાનો ભંગ કરી કામદારોને લઈ જતી બે ઈકો ગાડી ઝઘડિયા પોલીસે જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી.
Advertisement