Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા પોલીસે દેશી દારૂ વેચતાં ૧૩ ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

ઝઘડિયા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં તાલુકાનાં અલગ અલગ ગામોમાંથી દેશી દારૂ વેચનારા ૧૩ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી કરાયેલ ૧૩ ઈસમો પૈકી તેમાં ૧૦ મહિલાઓનો સમાવેશ થાય છે. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં દેશી દારૂ બનાવતા અને વેચતા ઇસમોને ફાવતી મળી ગઈ છે. ઝઘડિયા તાલુકામાં ખૂબ મોટા પાયે દેશી દારૂનો વેપલો ચાલે છે. આ દેશી દારૂના વેપલામાં મોટા પાયે મહિલાઓ જોડાયેલી હોય છે જે પોલીસ દ્વારા કરવામાં આવતી ફરિયાદો ઉપરથી ફલિત થાય છે. ઝઘડિયા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ૧૩ ઇસમો વિરુદ્ધ દેશી દારૂના વેચાણ બદલ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તાલુકાના દઢેડા, કરાડ, ઝઘડીયા, જેસપોર, ગોવાલી, કપલસાડી, ખારીયા, ધારોલી ગામમાં છાપો મારી દેશી દારૂ ઝડપી તમામ ૧૩ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી કરાયેલ ૧૩ ઈસમો પૈકી તેમાં ૧૦ મહિલાઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ઉમલ્લા પોલીસ દ્વારા સંજાલી, સરસાડ, કેશરવા,વેલુગામ ગામે છાપો મારી દેશી દારૂના વેચાણ કરનાર સામે કાર્યવાહી કરી છે તથા જાહેરમાં રખડતા, માસ્ક વગરનાં, ટોળુવળી બેઠેલા, ચાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયું.

ProudOfGujarat

વડોદરા : એમએસયુની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના ગરબાનો ચાર્મ 71 વર્ષે પણ યથાવત.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર અને ઝનોર ખાતે ગ્રામજનોને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની વેકસીન કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!