અંકલેશ્વરનાં મીઠા ફેકટરી નજીક શાકભાજી વેચતાં યુવાન સાથે અભિનેત્રી અને તેના પરિવારે બબાલ કરી ધાક ધમકી આપતા વિડીયો વાઇરલ થયા હતા. જેના સમાચારો પ્રસારિત થતાં અભિનેત્રીનાં ભાઈએ ફેસબુક ઉપર શાકભાજીવાળા યુવાનને ફાંસો ખાઈ આપધાત કરી લેવાની પોસ્ટ મૂકતા જ યુવાને પોસ્ટ મૂકનાર યુવાન તેની બહેન અને પિતા સામે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં સતન ઉદય ચૌધરી રહેવાશી નીલકંઠધામ મીઠા ફેકટરી નજીક રહે છે અને શાકભાજીનો ધંધો કરે છે. ત્યાં તારીખ 2-5-2020 નાં રોજ અમૃત સોની અને તેની બે પુત્રી નિકિતા અને અન્ય નાની પુત્રી દ્વારા આવીને શાકભાજી નહીં વેચવા ધમકી આપી હતી જયારે બીજા દિવસે તા.3-5-2020 નાં રોજ ફરી સાંજે આવીને ધાક ધમકી આપી હતી કે તમને વોર્નિંગ આપી હતી છતાં કેમ શાકભાજી વેચો છો તેમ કહી ધાક ધમકી આપી આપીને અમારો મોબાઈલને ઝુંટવી લઈ ફેંકી દેતાં મોબાઇલને નુકસાન થયું હતું. આ મામલે નિકિતા સોની, અમૃત સોની તેની પુત્રી સામે શહેર પોલીસ મથકમાં તા.4-5-2020 એ ફરિયાદ આપી હતી. આ અંગે સ્થાનિક ન્યુઝ ચેનલો ઉપર સમાચારો પ્રસારિત થયા હતા. જયારે આજે સવારે નિકિતા સોનીનાં ભાઈ આશિષ સોનીએ ફેસબુક ઉપર પોસ્ટમાં યુવાનનો ફોટો મૂકી ભગવાન ઉસકી આત્મા કો શાંતિ દે ઔર ન્યુઝ ચેનલ પર લડકે કે વિડીયો વાઇરલ કી ઉસ લડકેને સ્થાન પર હી અપને આપકો ફાંસી દે દી – બોલો રામ રામનું લખાણ લખી પોસ્ટ મૂકતાં શાકભાજી વેચતાં સતન ચૌધરીને લોકોનો ફોન ગયા હતા કે તું જીવે છે કે મરી ગયો છે કોઈક આશિષ સોનીએ તારી ફેસબુક પર પોસ્ટ મૂકી છે કે તે ફાંસી ખાઈ આપધાત કર્યો છે. તે બાબતની જાણ થતાં જ આજે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં આ મામલે સતન ચૌધરી દ્વારા તેની સાથે મારઝુડ કરવા ધાક ધમકી આપવા તેમજ જીવીત વ્યક્તિને સોશિયલ મીડિયા પર પર મૃત જાહેર કરવા સંદર્ભ આશિષ સોની, નિકિતા સોની, અમૃત સામે ફરિયાદ દાખલ કરાવી છે અને આ મામલે પોલીસ કડકમાં કડક પગલાં ભારે તેવી માંગણી યુવકે કરી છે.
અંકલેશ્વરમાં જીવીત યુવાનને મૃત જાહેર કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતાં 3 લોકો સામે શહેર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી.
Advertisement