ઝધડીયા તાલુકાનાં દરિયા ગામનો પરણિત યુવક ગામની યુવતીને ભગાડી ગયો હતો તે મામલે બંનેને ઘરે પરત લાવ્યા બાદ સમાધાનનાં નામે રૂપિયા માંગતા ચાર લોકો હેરાન કરતાં હોવાથી યુવક અને યુવતીએ ગામનાં ખેતરમાં ગળે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હોવાનો આક્ષેપ મરનાર યુવકની પત્નીએ પોલીસ ફરિયાદમાં કર્યો છે. ઝધડીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં દરિયા ગામમાં રહેતી વનિતા વિલ્શન વસાવાએ ફરિયાદ આપતા લખ્યું છે કે તેઓ તેમજ તેનો પતિ વિલ્શન ચંપક વસાવા તથા ત્રણ બાળકો સાથે ગામમાં રહી ખેતીકામ કરે છે. જયારે મારો પતિ વિલ્શન ઇકો ગાડીમાં વિદ્યાર્થીઓની સ્કુલ વર્ધી પણ ફેરવે છે. જયારે મારા પતિ વિલ્શનને ત્રણ વર્ષથી ગામની પારૂલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તેઓ તા.20-4-2020 નાંઓ બંને ઘરેથી ભાગી ગયા હતા. આ દરમ્યાન ગામનાં સરપંચ રાજનભાઈ, ડ્રાઈવર રોશનભાઈ સીધી તેમજ અશ્વિનભાઈ વસવાઓ બંનેને ગમે તેમ કરીને બોલાવ્યા હતા. જેને લઈને તા.1-5-2020 નાં રોજ પારૂલ અને વિલ્શન પાછા આવ્યા હતા. જયારે ઉપરોકત ચારે લોકો વારંવાર સમાધાન માટે બોલાવીને રૂપિયાની માંગણી કરી હતી. જયારે સમાધાન નહીં થતાં ફરિયાદ દાખલ કરાવી હતી. જયારે વિલ્શન તા.1 થી ઘરે નહીં આવ્યો હોવાનું પણ પત્ની વનિતાનું કહેવું છે. જયારે આજે સવારે વનિતા અને તેનો પુત્ર કડિયા ડુંગર નજીક તેમના ખેતરમાં જતાં ત્યાં દ્રશ્ય જોઈને ચોંકી ઉઠયા હતા કેમ કે પારૂલ અને વિલ્શન બંનેએ મહુડાનાં ઝાડ પર ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ બંનેએ જીવન ટૂંકાવી નાંખ્યું હતું. આ મામલે ઝધડીયા પોલીસ મથકમાં વનિતા વિલ્શન વસાવાએ ચાર લોકો સામે ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ આપતા ઝધડીયા પોલીસે હાલ તો ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. હવે જોવાનું રહ્યું કે આ આપધાત પાછળ પોલીસે કોણે કોણે જવાબદાર ઠેરવી ગુનો દાખલ કરે છે.
ઝધડીયાનાં દરિયા ગામનાં પરણિત યુવાન અને યુવતીએ ગામનાં ખેતરમાં ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો.
Advertisement