Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં રાજપારડી ગામે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ સર્વે કરાયો.

Share

કોરોના વાયરસને હરાવવા દેશભરનાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ભારે ઝહેમત ઉઠાવીને લોકોના સ્વાસ્થની નિયમિત ચકાસણી કરી રહ્યા છે તે અંતર્ગત ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં સ્થાનિક આરોગ્ય વિભાગની ૫ જેટલા કર્મચારીઓની ટીમ દ્વારા નગરનાં ૨૬૩ જેટલા લોકોનુ થર્મલ સ્ક્રિનિંગ ઉપકરણ દ્વારા શરીરના ટેમ્પરેચરની ચકાસણી કરવામાં આવતા તમામ લોકો સ્વસ્થ હોવાનુ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આરોગ્યની ટીમ દ્વારા લોકોને અપીલ કરતા જણાવાયુ કે નગરજનો મોઢા પર માસ્ક અવશ્ય પહેરે, વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખે,સામાજીક અંતરનુ પાલન કરે તેમ જણાવી લોકોને જાગૃત કર્યા હતા. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ દેશમાં કોરોના વાયરસને હરાવવા કોરોના યોદ્ધાઓ પોતાના જીવની પરવાહ કર્યાં વિના લોકોની પડખે ઉભા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોરોના યોદ્ધાઓમાં રાજપારડી પોલીસ, આરોગ્ય વિભાગ, ઝઘડીયા તાલુકા તંત્ર, વિજળી વિભાગ, રાજપારડીના સ્થાનિક ડોકટરો, મેડીકલ સ્ટોર, લેબોરેટરી, સ્થાનિક મિડીયા કર્મચારીઓ, રાજપારડી પંચાયતના સરપંચ સહિત પંચાયતના તમામ કર્મચારીઓ, જરૂરિયાતમંદોની મદદ કરતા અગ્રણીઓની લોકો દ્વારા સરાહના કરી બિરદાવવામાં આવી રહ્યા છે અને કોરોના સામે લડતા તમામ યોદ્ધાઓની તંદુરસ્તી તેમજ તરક્કી માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખનો MLA છોટુભાઈ વસાવા પર સોશિયલ મીડિયા દ્વારા પ્રહાર જાણો શું કહ્યું…..???

ProudOfGujarat

ભરૂચમાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ, ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat
error: Content is protected !!