હાલ તો ભરૂચ જિલ્લામાં લોક ડાઉનની પ્રક્રિયા ચાલી રહી છે હમણાં છેલ્લા ત્રીજા તબક્કામાં કેટલીક કંપનીઓને ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં એપ્રિલ મહિનામાં ભીષણ આગ લાગી હતી તેવી દહેજ ખાતે આવેલી ટેગરોસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત રાત્રીના સમયે એક ઉત્પાદન સમયે કંપનીના પ્લાન્ટમાં કેમિકલ પાઈપમાં બ્લાસ્ટ થતાં પ્લાન્ટમાં કામ કરતા ધનંજય સિંગ, મહંમદ ફયાઝ તેમજ વિજય કુમાર સિંઘ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે ત્યાં હાજર કામદારોમાં દોડધામ મચી હતી, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે તેઓને તાત્કાલિક ધોરણે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો ટેગરોસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં એપ્રિલ મહિનામાં પણ આવી જ ભયાનક આગ લાગી હતી. જોકે તેમાં પણ કંપનીનાં પ્લાન્ટને નુકસાન થયું હતું જ્યારે કે ગઈકાલે રાતના બનેલી ઘટનામાં કામદારો ગંભીર રીતે દાઝી જતાં આ બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ થઇ છે.
ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ખાતે આવેલી ટેગરોસ કંપનીમાં ગત રાત્રીના સમયે પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારો શરીરે ગંભીર રીતે દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
Advertisement